બુડાપેસ્ટ તા.16:
શાનદાર ફોર્મમાં ચાલી રહેલ વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર ડી. ગુકેશ અને અર્જુન એરિગેસીની
ચતુરાઇભરી રમતની મદદથી ભારતીય પુરુષ ટીમે 4પમા ચેસ ઓલિમ્પિયાડના પાંચમા રાઉન્ડમાં અઝરબેજાન
ટીમને 3-1 પોઇન્ટથી હાર આપી હતી. ગુકેશે અઝરબેજાનના ગ્રાંડમાસ્ટર અઇદિન સુલેમાની અને
અર્જુને રઉફ મામેદોવને માત આપી હતી. પ્રજ્ઞાનાનંદાની બાજી ડ્રો રહી હતી. વિદિત ગુજરાતીનો
મેચ પણ ડ્રો રહ્યો હતો. સતત પાંચ જીતથી ભારતીય પુરુષ ટીમ 10 અંક સાથે વિયેતનામની સાથે
ટોચ પર છે. ભારતની મહિલા ટીમ પણ 10 પોઇન્ટ સાથે આર્મેનિયા અને મંગોલિયા સાથે સંયુક્તરૂપે
ટોચ પર છે. ચેસ ઓલિમ્પાડના હજુ 6 રાઉન્ડ રમવાના બાકી છે.