• રવિવાર, 16 જૂન, 2024

માંડવી છ કોટિ જૈન સંઘમાં ધર્મારાધનાઓમાં ઊમટતા ભાવિકો

માંડવી, તા. 18 : સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘમાં રાજગુરુણી પ્રભાવતીબાઇ મ.સ. આદિ ઠાણા-9ની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણ પર્વના પ્રથમ દિવસે કલ્પસૂત્રનાં પાનાં વહોરાવવાનો લાભ  દેવાંગીનીબાઇ મ.સ.ની બહેનોએ લઇ સ્તવનોની રમઝટ સાથે મોટા મ.સ., ચંપકલતાબાઇ મ.સ. તથા બ્રાહ્મીબાઇ મ.સ., અર્પિતાબાઇ મ.સ.ને વહોરાવેલ. બીજા દિવસનો લાભ વિણાબેન રામબાઇ કપ્ટા પરિવારે લીધો હતો. બ્રાહ્મીબાઇ મ.સ.એ બધા પર્વોમાં પર્યુષણ પર્વ શિરમોર હોવાનું જણાવી લૌકિક અને લોકોત્તર પર્વ અંગેના ફરકની વિસ્તૃત માહિતી આપતાં લૌકિક પર્વમાં ભૌતિક આનંદ માણવાનો હોય, જ્યારે લોકોત્તર પર્વમાં આત્માનો આનંદ માણવાનો હોય છે, માટે આપણી દૃષ્ટિ બદલાવવા પ્રવચન આપ્યું હતું. અર્પિતાબાઇ મ.સ.એ કલ્પસૂત્રનું વાંચન કરતાં તેનું મહત્ત્વ ભૌતિક નહીં આધ્યાત્મિક રીતે સમજાવી 10 કલ્પનું વિવેચન કર્યું હતું અને દરેકને ધર્મારાધનામાં જોડાવવા અપીલ કરી હતી. પર્વાધિરાજ પર્યુષણ માટે મુંબઇગરાઓ આવી ધર્મારાધનામાં જોડાઇ રહ્યા છે. સવારે ભક્તામર, 12 કલાના જાપ, વ્યાખ્યાન, બપોરે ક્વિઝ, પ્રતિક્રમણ વિ. આરાધનાઓમાં ભાઇ-બહેનો જોડાઇ લાભ લઇ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang