નવી દિલ્હી, તા.14: દેશમાં
વધી રહેલી મેદસ્વીતાની સમસ્યા સામેનાં અભિયાનમાં સરકાર હવે જંક ફૂડ સામે કડક પગલા
ભરવાની તૈયારીમાં છે. જાણવા મળતી વિગતો અનુસાર સિગારેટની જેમ હવે સમોસા, જલેબી જેવા લોકપ્રિય
નાશ્તા પણ ચેતવણી સાથે જ પીરસવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આવી
ચેતવણી માટેની યોજના તૈયાર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એઈમ્સ સહિત અનેક
કેન્દ્રીય સંસ્થાઓને એવા બોર્ડ લગાડવાનો આદેશ આપ્યો છે જેમાં સ્પષ્ટ લખાયેલું હોય
કે રોજ આવા નાશ્તામાં છૂપાયેલા ફેટ અને સ્યુગર પણ લઈ રહ્યા છો. આવું પહેલીવાર બની
રહ્યું છે જેમાં જંક ફૂડ ઉપર પણ તમાકુ જેવી ચેતવણી આપવાની તૈયારી કરવામાં આવી રહી
હોય. આના થકી નાગરિકોને ખાંડ અને તેલની માત્રા સામે સાવચેત કરવાનો હેતુ છે.
ઉલ્લેખનીય છે કે, આવા જંક ફૂડમાં લાડુથી લઈને વડાપાવ,
પકોડા, ભજિયા સહિતની ખાદ્યચીજો સામેલ છે.
ટૂંકસમયમાં જ કેફે અને રેસ્ટોરાંથી લઈને અન્ય સાર્વજનિક સ્થાનો ઉપર આવી ચેતવણી
લગાડવામાં આવશે.