નવી દિલ્હી, તા.14: પૂર્વ
ભારતીય ઝડપી બોલર વરૂણ અરોન આઇપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલિંગ કોચ નિયુક્ત
થયો છે. વરુણ અરોન હાલ ઇંગ્લેન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં કોમેન્ટ્રી કરી
રહ્યો છે. વરુણ અરોને તેની આઇપીએલ કારકિર્દી દરમિયાન કુલ 6 ટીમ
તરફથી રમી ચૂક્યો છે. ભારત તરફથી તે 9 ટેસ્ટ અને 9 વન ડે
મેચ રમ્યો છે. આઇપીએલમાં તે બાવન મેચ રમ્યો હતો. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બે
વર્ષ પહેલા નિવૃત્તિ જાહેર કરી ચૂક્યો છે.