ગાંધીધામ, તા. 14 : શહેરના
નવી સુંદરપુરી ધોબીઘાટ વિસ્તારમાંથી અને અંજારમાં કોલીવાસ શેરીમાં જુગાર રમતા આઠ
ખેલીને પોલીસે રૂા. 74640ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
હતા. ગાંધીધામના સુંદરપુરી ધોબીઘાટ
વિસ્તારમાં ગંજીપાનાનો જુગાર રમતા હોવાની માહિતી મળતા એ ડિવિઝન પોલીસે જુગાર રમતા
સુરેશ ભીમાભાઇ ઝાલા, ભરત ખેતાભાઇ ઝાલા, દિલીપ બળદેવભાઈ મકવાણા, ભાવેશ સોમાભાઈ વાઘેલા અને મુકેશ કરસનભાઈ વડેચાને રોકડા રૂા. 27740 તથા
ચાર મોબાઈલ કિં. રૂા. 45000 સહિત કુલ રૂા. 72740ના
મુદ્દામાલ સાથે ઝડપી પડયા હતા. બીજી બાજુ અંજાર પોલીસે લક્ષ્મી ટોકિઝ પાછળ કોળીવાસ
શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રાજુ ગાવિંદભાઈ દેવીપૂજક, પુનિત રૂડાભાઈ પરમાર અને
ગની હુસેનભાઇ ગરાસિયાને રોકડા રૂા. 1900 સાથે ઝડપી પાડીને આગળની
કાર્યવાહી હાથ ધરી હતી.