• મંગળવાર, 15 જુલાઈ, 2025

કાશ..! જાડેજા, સિરાજ, બુમરાહની જેમ ટોચના બેટધરોએ ધીરજ રાખી હોત..

લોર્ડસ ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે આખરી સત્રમાં મહમ્મદ સિરાજ કમનસીબ રીતે ક્લીનબોલ્ડ થયો એ સાથે જ ચમત્કારિક વિજય ભારતથી માત્ર 22 રન દૂર રહી ગયો. 193 રનનું લક્ષ્ય લોર્ડસની જીવંત પીચ પર થોડું મુશ્કેલ ભલે હશે, પણ અસંભવ નહોતું જ. ખાસ કરીને આપણા બેટ્સમેનોના ઉમદા ફોર્મને જોતાં જીત અને સિરીઝમાં સરસાઇ નિશ્ચિત થવી જોઇતી હતી, પરંતુ અમુક બેટસમેનોનો અતિઆત્મવિશ્વાસ ઘાતક નીવડયો. પ્રશ્ન એ છે કે, 181 બોલનો સામનો કરીને અણનમ રહેનાર રવીન્દ્ર જાડેજા (61) ભલે નીવડેલો ઓલરાઉન્ડર છે, પણ બુમરાહ (5) 54 બોલ, મહમ્મદ સિરાજ (4) 30 બોલ, નીતીશ રેડ્ડી (13) 53 દડા સુધી ટકી શકે તો ઓપનર યશસ્વી જયસ્વાલ કે શુભમન ગિલ કે રિષભ પંત કેમ એવું ન કરી શકે ? રમતમાં દરેક બાબત ફોર્મ પર નિર્ભર હોય છે. બીજી ટેસ્ટમાં પંતે બંને દાવમાં સદી નોંધાવી, પ્રથમ ટેસ્ટમાં શ્રેણીના પ્રારંભે જયસ્વાલે સદી કરી... ગિલ પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. સવાલ છે અણીના સમયે ઝળકવાનો... ગઇકાલે 193 રનનાં લક્ષ્ય સામે ભારત બેટિંગમાં આવ્યું. આખરી સત્રનો દોઢેક કલાક બાકી હતો ત્યારે બંને ઓપનરે એક જ કામ કરવાની જરૂર હતી-વિકેટ પર ટકી રહેવાની... ભલે સ્કોર ખાસ કંઇ ન થાય... કેમ કે ટાર્ગેટ મોટું નહોતું અને આખરી દિવસે થઇ બેટધરોએ ધીરજ રાખી હોત.. શક્યું હોત... પણ `પરાક્રમ' કરવાની ફિરાકમાં દાવનો પાયો જ નબળો પડયો. યશસ્વી જયસ્વાલે પહેલા દાવમાં આઠ બોલમાં 13 અને બીજામાં સાત બોલ રમીને ખાતુંએ ન ખોલાવ્યું. બંને વખત જોફ્રાનો શિકાર થયો... ગિલ પણ પહેલા દાવમાં 16, બીજામાં છ રનનું યોગદાન આપી શક્યો. કરુણ નાયર અને નીતીશ રેડ્ડી પણ ફ્લોપ રહ્યા. નાયરે પ્રથમ દાવમાં 40 રન ભલે કર્યા, પરંતુ ટીમ ઇન્ડિયામાં સ્થાન લેવા અનેક બેટ્સમેનો કતારમાં છે. શ્રેયસ ઐયર જેવો ધરખમ ખેલાડી સ્થાન નથી મેળવી શક્યો, સરફરાઝ ખાન પણ કમબેક કરવા તત્પર છે... આવી સ્થિતિમાં તેણે તક ઝડપી લેવાની જરૂર હતી. પરાજય હંમેશાં નિરાશાજનક જ હોય અને ભૂલો સામે લાવી દેતો હોય છે. એકંદરે બંને ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. 193 રનના ટાર્ગેટ વખતે ભારતનો હાથ ઉપર હતો. બેન સ્ટોક્સ લડવૈયો છે... આસાનીથી હાર માની લે તેવો નથી. તેની ટીમે જબરજસ્ત પ્રદર્શન કર્યું... વિશેષ તો કાર્સનો ગઇકાલનો અંતિમ સત્રનો સ્પેલ ખતરનાક હતો... આ હાર સાથે ભારત શ્રેણીમાં ફરી પાછળ ધકેલાઇ ગયું છે. ઇંગ્લેન્ડે શ્રેણી જીતવા માટે માત્ર એક જ મેચ જીતવાની છે. ભારતે ઉપરાઉપરી બે વિજયનું મહાપરાક્રમ કરી બતાવવું રહ્યું... ચોથી ટેસ્ટ 23મી જુલાઇથી માન્ચેસ્ટરમાં રમાશે.

Panchang

dd