• મંગળવાર, 15 જુલાઈ, 2025

મેજર ક્રિકેટ લીગમાં એમઆઇ ન્યૂયોર્ક ચેમ્પિયન

ડલાસ (અમેરિકા), તા.14: દ. આફ્રિકાના પૂર્વ વિકેટકીપર-બેટર કિવંટન ડિ'કોકની આક્રમક અર્ધસદીની મદદથી એમઆઇ ન્યૂયોર્ક ટીમ ફાઇનલમાં વોશિંગ્ટન ફ્રીડમ ટીમને પ રને હાર આપીને મેજર ક્રિકેટ લીગ (એમએલસી) ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. રિલાયન્સ ગ્રુપની એમઆઇ ન્યૂયોર્ક ટીમ ત્રણ વર્ષની અંદર બીજીવાર એમએલસી ટ્રોફી જીતી છે. ડિ'કોકે 46 દડામાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ્સ રમી હતી. આથી આઇપીએલની આ ફ્રેંચાઈઝી મુંબઇ ઇન્ડિયન્સની જોડીદાર ટીમ એમઆઇ ન્યૂયોર્કના 20 ઓવરમાં 7 વિકેટે 180 રન થયા હતા. જવાબમાં વોશિંગ્ટન ફ્રીડમના 20 ઓવરમાં 4 વિકેટે 17પ રન થયા હતા. જેમાં રચિન રવીન્દ્રના 41 દડામાં 70 અને ગ્લેન ફિલિપ્સના અણનમ 48 રન મુખ્ય હતા. મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેંચાઈઝીનો વિશ્વસ્તર પર આ 13મો ખિતાબ છે. જયારે 202પમાં ત્રીજો છે. આ પહેલા 202પમાં એમઆઇ કેપટાઉન ટીમ એસએ20માં ચેમ્પિયન બની હતી. જયારે મહિલા પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વિજેતા બની હતી.

Panchang

dd