વાયોર (તા. અબડાસા), તા. 14 : તાલુકાના
ગરડા પંથક વિસ્તારમાં સોમવારે વાયોરથી ફુલાય રોડનું રૂા. 297.87 લાખ
અને કોષા-કેરવાંઢ રોડનું રૂા. 141.19 લાખના ખર્ચે આજે અબડાસા, નખત્રાણા, લખપત તાલુકાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
હતું. આ રોડનાં કામોથી અબડાસા તાલુકાના ગરડા પંથકની સૌથી જૂની માગણી આજે પરિપૂર્ણ
થતાં વાયોર, પધરવાડી, ઉકીર, વાગોઠ, ફુલાય, વાગાપદ્ધર,
ભોઆ, સારંગવાડા, ચરોપડી
મોટી નાની, નવાવાસ, વાલાવારી વાંઢ,
ભગોડીવાંઢ, રોહારો, હોથિયાય,
ગોલાય વિસ્તારના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી, વાયોરથી ફુલાય રોડના ખાતુમુહૂર્ત પ્રસંગે મુખ્યઅતિથિ ધારાસભ્ય
પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, `ભાજપનો એકજ મંત્ર વાદ-વિવાદ નહીં
માત્ર વિકાસ.' ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, બાકીના
કામો છે તે સમય અવધિ અનુસાર ત્વરિત ચાલુ કરવામાં આવશે, અબડાસા
તાલુકો વિસ્તારમાં મોટો છે જેમાં 460 ગામ આવે છે, તમામ ગામને ન્યાય મળશે
અને જે કામો બાકી છે તે એક પછી એક સમય અવધિ અનુસાર થતાં રહેશે. તેમણે જણાવ્યું
હતું કે, જે ગામોમાં વિકાસનાં કામો ચાલુ હોય તેના પર દેખરેખ
રાખવાની જવાબદારી જે-તે ગ્રામજનો હોય છે કોઈ પણ કામમાં કચાશ ન રહેવી જોઈએ. આ તકે
અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપાસિંહ જાડેજા, અબડાસા તાલુકા
પંચાયત ચેરમેન ગોપાલભાઈ ગઢવી, ગરડા પંથક મુસ્લિમ સમાજના
આગેવાન સૈયદ કાદરછા બાવા, બરંદાના છાડનાભાઈ, માજી જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પીઢ રાજકીય આગેવાન અનુભા જાડેજા, અકરી મોટી વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતાસિંહ જાડેજા, ઉપસરપંચ
કુંભાર ઈસ્માઈલ ખમીશા, કારોબારી ચેરમેન ડાયાલાલ બળિયા,
જુમા કોલી, હારૂનછા પીરજાદા, પ્રવીણભાઇ ભટ્ટ, ફુલાય સરપંચ લાલુભા પઢિયાર, ભગુભા જાડેજા, ખેતુભા ચૌહાણ, કચરાજી
પઢિયાર, માનુભા, વાગાપદ્ધર -ઉકીરના
સરપંચ કેર અલીભાઈ, માધવજી જોષી (ઉકીર), કાનજીભાઈ (ચરોપડી મોટી), હાજી હારૂન હાલેપોત્રા
(નાની બેર), માજી સરપંચ અને માજી તાલુકા સદસ્ય સાહેબજી
જાડેજા, માજી સરપંચ
મહેન્દ્રાસિંહ જાડેજા, નારૂભા જાડેજા, હમીરભાઇ ખત્રી, આમધભાઈ ઓઢેજા, માજી
ઉપસરપંચ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, જીલુભા જાડેજા, ગગુજી સોઢા, કુંભાર જાફર જુમા, લુહાર તૈયબ, મામધ લુહાર, માસુક
જત, વેપારી અગ્રણી પ્રકાશ ઠક્કર, કમલેશભાઈ,
કિશોર ઠક્કર (ખારઈ), ગેલુભા જાડેજા, તખુભા જાડેજા, ભૂપેન્દ્રાસિંહ જાડેજા, સુખદેવસિહ જાડેજા, બાવાજી તેમજ વિવિધ સમાજના આગેવાનો,
રાજકીય આગેવાનો, તમામ ગામોના ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતા, શાત્રોક્તવિધિ કલ્પેશભાઈ જોષી (ઉકીરવાળા)એ કરાવી
હતી. સંચાલન ગોપાલભાઈ ગઢવીએ કર્યું હતું.