• મંગળવાર, 15 જુલાઈ, 2025

આદિપુરમાં કિશોરીઓની છેડતી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 14 : આદિપુરના મણિનગર-1-એ વિસ્તારમાં બે કિશોરઓની છેડતી કરતા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરમાં ગઈકાલે સાંજે આ બનાવ બન્યો છે. મણિનગર-1-એ વિસ્તારમાં બે કિશોરીઓ બેઠી હતી ત્યારે આરોપી વિમલ મહેન્દ્ર કોચરા (મહેશ્વરી) નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. આ શખ્સે ગંદા ઈશારા કરી બાદમાં કિશોરીનો હાથ પકડતાં તેનો વિરોધ કરાતાં આ શખ્સે કિશોરીને માર માર્યો હોવાનું પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Panchang

dd