• મંગળવાર, 15 જુલાઈ, 2025

રામાણિયા સ્મશાન ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ

મુંદરા, તા. 14 : અદાણી ફાઉન્ડેશન, મુંદરા અને રામાણિયા ગ્રામજનો દ્વારા ગામની હિન્દુ સ્મશાનભૂમિ ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે થયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતા, જેમાં નીમ, પીપળ, વડ વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યમાં  સ્થાનિક ગ્રામજનો અને જૈન મહાજનનો સાથ-સહકાર મળ્યો હતો. આ પ્રસંગે ગામના સક્રિય કાર્યકરો શાંતિભાઈ કલ્યાણજી સાવલા, મુકેશભાઈ મુરજીભાઈ છેડા, સુરેન્દ્રાસિંહ જામભા જાડેજા, કિરીટાસિંહ ટપુભા જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd