નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ
કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચનારા ચુકાદામાં જણાવ્યું હતું કે, તલાકના મામલામાં પતિ કે
પત્ની દ્વારા એકબીજાની જાણકારી વિના કરેલા કોલ રેકોર્ડિંગને પુરાવો ગણી શકાય છે.
ખાસ જાણવા જેવી હકીકતો એ છે કે, સહમતી વગર કોલ રેકોર્ડિંગ
કરવું એ ગોપનિયતાના અધિકારનું ઉલ્લંઘન છે, તેવું કહેતાં
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમે રદ કરી નાખ્યો હતો. લગ્નજીવનમાં એ
નોબત આવી ગઈ છે કે, પતિ અથવા પત્ની એકબીજાની જાસૂસી કરી
રહ્યા છે, તો એ ખુદ તૂટેલા સંબંધનું લક્ષણ છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે, બન્ને વચ્ચે ભરોસો રહ્યો
નથી, તેવું સર્વોચ્ય અદાલતે જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ
બી.વી. નાગરત્ના અને સતીશચંદ્ર શર્માની ખંડપીઠે મામલાની સુનાવણી કરતાં આવી
મહત્ત્વની ટિપ્પણી કરી હતી. કોલ રેકોર્ડિંગ જેવા પુરાવા સ્વીકારવા ઘરેલુ સદ્ભાવ
અને વિવાહના સંબંધોને અસર કરશે અને પતિ-પત્ની વચ્ચે જાસૂસીને વેગ આપશે, તેવું ખંડપીઠે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ભારતીય પુરાવા કાયદાની કલમ 122 હેઠળ પતિ-પત્નીની વાતચીતને
કોર્ટમાં જાહેર કરી ન શકાય,
પરંતુ તલાક જેવા મામલાઓમાં આ અપવાદ છે. અમે નથી માનતા કે વૈવાહિક
વિવાદના આવા મામલામાં ગોપનિયતાના અધિકારનો ભંગ થયો છે, તેવું
ખંડપીઠે જણાવ્યું હતું. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચ
દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ખંડપીઠે કહ્યું હતું કે
અમુક દલીલો આપવામાં આવી હતી કે આવા પુરાવાનો સ્વીકાર કરવાથી ઘરેલુ સદભાવના અને
વિવાહ સંબંધ પ્રભાવિત થશે. તેમજ પતિ અને પત્ની વચ્ચે જાસૂસીને પ્રોત્સાહન આપશે.
તેવામાં ઈવીડન્સ એક્ટની ધારા 122ના મુળ હેતુનું ઉલ્લંઘન છે.
બેંચે કહ્યું હતું કે તેઓને નથી લાગતું કે તર્ક માન્ય છે. જો લગ્નજીવનમાં એવી નોબત
આવી છે કે પતિ અથવા પત્ની એક બીજાની જાસૂસી કરી રહ્યા છે તો આ વાત જ તુટેલા
સંબંધનું લક્ષણ છે અને બતાવે છે કે બન્ને વચ્ચે ભરોસાની કમી છે. હકીકતમાં કેસ
ભટિંડાની ફેમિલી કોર્ટમાં ગયો હતો. જ્યાં પતિને એવી સીડી ઉપર નિર્ભર રહેવાની
મંજૂરી મળી હતી જેમાં પત્ની સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ હતું. બાદમાં પત્ની
હાઈકોર્ટ પહોંચી હતી અને કહ્યું હતું કે રેકોર્ડિંગ સહમતિ વિના થયું છે અને તેનાથી
નિજતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. ઉચ્ચ ન્યાયાલયે અરજી સ્વીકારી હતી અને ફેમિલી
કોર્ટના આદેશને રદ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે આવું રેકોર્ડિંગ સ્વીકાર
કરવું યોગ્ય નથી. આ ચૂકાદા બાદ પતિએ સુપ્રીમમાં આદેશને પડકાર્યો હતો.