કાઠડા (તા. માંડવી), તા. 14 : માંડવી તાલુકાના પદમપુરથી મોટી ઉનડોઠ
વચ્ચે રસ્તા ઉપર આવતી પાપડી ચાલુ વર્ષે વરસાદમાં તૂટી જતા મોટી ઉનડોઠ ગામ સંપર્ક
વિહોણું બન્યું હતું. આ બે ગામ વચ્ચે આવતી પાપડી ઉપર પુલિયો બનાવવા ગ્રામજનો
દ્વારા માંગ કરાઈ છે. આ વિસ્તારનો મોટો વેગડી ડેમ ઓવરફ્લો થતાં પાણીનો પ્રવાહ
લાંબો સમય સુધી ચાલુ રહે છે. જેથી ગ્રામજનોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે.
ધારાશાત્રી વાલજીભાઈ કટુવા તથા પૂર્વ સરપંચ બચુભાઈ સુમાર કટુવા દ્વારા પુલ બનાવવા
લેખિત રજૂઆત કરાઈ છે. આ ડેમ ઓવરફ્લોના કારણે મોટી ઉનડોઠ ગામ બેથી ત્રણ દિવસ સુધી
સંપર્ક વિહોણું બની જાય છે. મેડિકલ ઈમરજન્સી સહિતના કિસ્સામાં પારાવાર હાલાકી
વેઠવી પડે છે. પુલ બાબતે કરાયેલી રજૂઆત વખતે માત્ર આશ્વાસન મળે છે.