ભુજ, તા.14 : ગઈકાલે સાંજે
6 વાગ્યાના અરસામાં કડિયા ધ્રોના પાણીમાં ન્હાવા પડેલો
ભુજના ગાંધીનગરીનો 17 વર્ષીય કિશોર રમજાન તમાચી નોડે
પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ભારે મહેનત છતાં રમજાનની ભાળ મળી ન હતી. ભુજની ફાયર ટીમ
સંસાધનો સાથે રાતે દશેક વાગ્યે ઘટનાસ્થળે પહોંચીને રાતે જ રમજાનના મૃતદેહને પાણીમાંથી
શોધી કઢાયો હતો અને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતાં ફરજ પરના તબીબે 1:30 વાગ્યાના અરસામાં મૃત જાહેર કર્યા હતા. નિરોણા પોલીસ તથા સામાજીક અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી
આવ્યા હતા. વરસાદના લીધે પાણી ભરાયેલા ડેમ-તળાવ આસપાસના જોખમી સ્થળોએ ન જવા માટે તંત્ર દ્વારા વારંવાર
અપીલ કરવામાં આવે છે. છતાં લોકો ગણકારતાં નથી. પાલારધુના અને મથલ ડેમ પાસે પોલીસ બંદોબસ્ત
પણ ગોઠવવામાં આવ્યો હતમો પરંતુ કડિયા ધ્રો ખાતે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી આ દુર્ઘટના
સર્જાયાના બળાપો પરિજનો તથા સામાજીક અગ્રણીઓએ વ્યકત કર્યો હતો.