• મંગળવાર, 15 જુલાઈ, 2025

છૂટક મોંઘવારી સાડા છ વરસનાં નીચાં સ્તરે !

નવી દિલ્હી, તા. 14 : દેશનો સામાન્ય માણસ મોંઘવારીની માર ખમીને માંડ માંડ જીવી રહ્યો છે, ત્યારે સરકારી આંકડાઓ અનુસાર, મોંઘવારીમાં ઘટાડો થયો હોવાના સમાચાર સોમવારે મળ્યા હતા. જૂન મહિનામાં છૂટક મોંઘવારી ઘટીને અગાઉના મે મહિનાના 2.82 ટકાની તૂલનાએ 2010 ટકા સાથે સાડા છ વરસનાં તળિયે પહોંચી ગઇ હતી. દૂધ, મસાલા, દાળ, શાકભાજી સહિત ખાવા-પીવાની વસ્તુઓની કિંમતો ઘટવાથી છૂટક મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્ર સરકારનાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે છૂટકની સાથો સાથ જથ્થાબંધ મોંઘવારીના પણ આંકડા જાહેર કર્યા હતા. અનાજ, ખાંડ, મિઠાઇ, દૂધ, દૂધમાંથી બનતાં ઉત્પાદનોની સાથો સાથ મસાલાઓ સસ્તા થતાં મોંઘવારી ઘટી હોવાનું સરકારના આંકડા પરથી જાણવા મળ્યું હતું. એ જ રીતે, જૂનમાં જથ્થાબંધ મોંઘવારી માઈનસ 0.13 ટકા થઈને 20 મહિનાનાં નીચાં સ્તર પર આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ખાવા-પીવાની વસ્તુઓની કિંમતો સતત નરમ પડતાં છૂટક મોંઘવારી ઘટી છે. ફેબ્રુઆરીથી આ મોંઘવારી આરબીઆઈના ચાર ટકાનાં લક્ષ્યથી નીચે છે. માસિક આધાર પર જૂનમાં ખાવા-પીવાની ચીજોની છૂટક મોંઘવારી 0.99 ટકાથી ઘટીને માઈનસ 1.06 ટકા થઈ ગઈ હતી. ગ્રામીણ મોંઘવારી 1.72 ટકા અને શહેરોમાં છૂટક મોંઘવારી 3.12 ટકામાંથી ઘટીને જૂન મહિનામાં 2.56 ટકા થઈ ગઈ હતી. બીજી તરફ, રોજિંદી જરૂરતની ચીજોની જથ્થાબંધ મોંઘવારી માઈનસ 2.02 ટકાથી ઘટીને માઈનસ 2.65 ટકા રહી ગઈ હતી. ખાવા-પીવાની ચીજોની મોંઘવારી માઈનસ 0.26 ટકા, ઈંધણ અને વીજળીની જથ્થાબંધ મોંઘવારી માઈનસ 2.27થી ઘટીને માઈનસ 2.65 ટકા થઈ થઈ ગઈ હતી.

Panchang

dd