• મંગળવાર, 15 જુલાઈ, 2025

બીજી ટી-20 મેચમાં શ્રીલંકાનો 94 રનમાં ધબડકો

દામ્બુલા, તા.14: પહેલા બેટિંગ અને પછી બોલિંગથી ઉજળો દેખાવ કરીને બીજી ટી-20 મેચમાં શ્રીલંકાને 83 રને સજ્જડ હાર આપીને 3 મેચની શ્રેણી બાંગલાદેશે 1-1થી બરાબર કરી છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ બુધવારે રમાશે. કપ્તાન લિટન દાસના પ0 દડામાં 1 ચોગ્ગા-પ છગ્ગાથી 76 રનની મદદથી બાંગલાદેશના 20 ઓવરમાં 7 વિકેટે 177 રન થયા હતા. તૌહિન હ્યદયે 31 અને શમીમ હુસેને 48 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી. શ્રીલંકા તરફથી બિનુરુ ફરનાન્ડોએ 3 વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકા ટીમનો 1પ.2 ઓવરમાં 94 રનમાં ધબડકો થયો હતો. પથૂમ નિસંકાએ 32 અને કપ્તાન ચરિથ અસાલંકાએ 20 રન કર્યાં બાકીના તમામ લંકન ખેલાડી સિંગલ ફીગરમાં આઉટ થયા હતા. બાંગલાદેશ તરફથી રશિદ હુસેને 3 વિકેટ લીધી હતી. શેરિફૂલ ઈસ્લામ અને મોહમ્મદ સૈફૂદીનને 2-2 વિકેટ મળી હતી.

Panchang

dd