દુબઇ, તા.14: દ.
આફ્રિકાનો બેટધર એડન માર્કરમ આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થયો છે. તેણે જૂન
મહિનામાં લોર્ડસ પર રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં બીજી ઈનિંગ્સમાં
વિપરિત પરિસ્થિતિ વચ્ચે લડાયક સદી ફટકારી દ. આફ્રિકા ટીમને ચેમ્પિયન બનાવવામાં
મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. માર્કરમે 207 દડામાં 136 રનની
ઇનિંગ્સ રમી હતી. મહિલા વિભાગમાં આ એવોર્ડ વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર હિલી મેથ્યૂસે
જીત્યો છે. તેણીએ આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ ચોથીવાર જીતનારી બીજી મહિલા
ક્રિકેટર બની છે.