નાગપુર, તા. 14 : પોતાના નિવેદનોથી
રાજકીય જગતની સાથોસાથ જનતાનું પણ ધ્યાન ખેંચતા કેન્દ્રીય મંત્રી નીતિન
ગડકરીએ આવાં જ એક અનોખાં નિવેદનમાં
જણાવ્યું હતું કે, એવા લોકોનીયે જરૂર છે, જે સરકાર સામે કેસ કરી શકે.
નાગપુરમાં `પ્રકાશ દેશપાંડે સ્મૃતિ કુશળ સંગઠક પુરસ્કાર સમારોહ' સંબોધતાં ગડકરીએ કહ્યું
હતું કે, સિસ્ટમમાં શિસ્ત માટે સરકાર વિરુદ્ધ અદાલતમાં જવું
જરૂરી છે. ંતેમણે જણાવ્યું હતું કે, અદાલતનો આદેશ ઘણીવાર એવા
કામો કરાવી દે છે, જે ખુદ સરકાર પણ કરાવી નથી શકતી. જનતાને લલચાવવાની
રાજનીતિ નેતાઓ અને મંત્રીઓ માટે અવરોધ સર્જે છે અને તેઓ જનહિતનાં પગલાં લઈ નથી
શકતી. ગડકરીએ એવા ઘણા લોકોના ઉદાહરણ પણ આપ્યાં હતાં જેમણે વિવિધ મામલે સરકાર
વિરુદ્ધ અદાલતમાં કેસ કર્યો છે. પ્રશાસનમાં અનુશાસન ટકાવી રાખવા માટે સરકાર સામે
લોકો અદાલતમાં કેસ કરે તે જરૂરી છે,
તેવું કેસરિયા પક્ષના કદાવર નેતાએ જણાવ્યું હતું.