• મંગળવાર, 15 જુલાઈ, 2025

બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ પતિ પી. કશ્યપથી અલગ થઇ

નવી દિલ્હી તા.14: ભારતીય બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિક મેડલીસ્ટ સાઇના નેહવાલ અને તેના પતિ પારૂપલ્લી કશ્યપે એક-બીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. પી. કશ્યપ પણ ભારતનો ટોચનો બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યો છે. સાઇના-કશ્યપ લાંબા સમયના પ્રેમ સંબંધ પછી 14 ડિસેમ્બર 2018ના લગ્નગ્રંથીથી જોડાયા હતા. હવે સાત વર્ષ પછી આ બેડમિન્ટન દંપતિના સંબંધનો અંત આવ્યો છે. સાઇનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકીને પી. કશ્યપ સાથે અલગ થવાની જાણકારી સાર્વજનિક કરી હતી. જેમાં સાઇનાએ લખ્યું છે કે જિંદગી ક્યારેક આપણને અલગ અલગ દીશામાં લઇ જાય છે. ઘણા વિચાર-વિમર્શ બાદ પારૂપલ્લી કશ્યપ અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે એક-બીજાનો વિકાસ અને શાંતિ ઇચ્છીએ છીએ. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે સાઇના નેહવાલ પાછલા ઘણા સમયથી ઘૂંટણની ઇજાને લીધે રમતથી દૂર છે.

Panchang

dd