• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નખત્રાણામાં નાના ધંધાર્થીઓએ દબાણ ન હટાવવા કરી માંગ

નખત્રાણા, તા. 18 : અહીં શહેરમાં હંગામી કેબિન, રેંકડીઓ અને 50 જેટલા શ્રમિક ધંધાદારીને તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે નોટિસો પાઠવવામાં આવી છે, જેને કારણે નાના ધંધાર્થીઓના પોતાના પરિવારની રોજીરોટી છીનવાઇ જશે તેની ચિંતામાં દબાણ હટાવવા મોકૂફ રાખવાની માંગ સાથે એકસોથી ઉપરની સંખ્યામાં નાના ધંધાર્થીઓ રેલી કાઢીને મામલતદાર, નગરપાલિકા, પ્રાંત અધિકારી કચેરીએ પહોંચી સંસ્થાના પ્રમુખ આગેવાનો દ્વારા લેખિત પત્ર સુપરત કર્યો હતો. રેંકડી, કેબિન એસોસિયેશનના પ્રમુખ રાજેશ જોશી, જીતુભા જાડેજા, તુલસીદાસ સોની, મનીષ અબોટી, જિતેન્દ્ર ગોસ્વામી સહિતના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ પ્રાંત અધિકારી સૂરજ સુથાર, મામલતદાર એ. એન. શર્મા, નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કંધાણીને નાના ધંધાર્થીઓના ધંધાના સ્થળે દબાણ હટાવવાથી રોજીરોટીની ઉત્પન્ન થનારી સમસ્યા અંગે વેદનાને ધ્યાને લઇ તેમજ આગામી નવરાત્રિ-દિવાળી ન બગડે તે માટે દબાણ હટાવવાની કામગીરી મોકૂફ રાખવા આવેદનપત્રમાં માંગ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang