• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

ભાર વિનાના ભણતર માટે સાક્ષાત્કારી શિક્ષણ દ્વારા જ્ઞાન

માંડવી, તા. 13 : વિદ્યાભારતી પશ્ચિમ કચ્છ વિભાગ માંડવી સંકુલ વર્ગમાં આવતા માંડવી, ગઢશીશા, બિદડા, રામપર વેકરા અને મસ્કા કુલ અપેક્ષિત છ સ્થાનોમાંથી આ પાંચ સ્થાનોના કુલ્લ 91 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વંદના સત્રના પ્રારંભે સંકુલ પ્રમુખ જિજ્ઞાબેન પટેલ દ્વારા વર્ગની પ્રસ્તાવના બાદ અમૃતવચન સેજલબેન-મસ્કા, વ્યક્તિગત ગીત-રિમ્પલબેન-બિદડા, બૌદ્ધિક સત્ર ધર્મેશભાઇ જોશીએ રજૂ કર્યાં હતાં. ઉપાધ્યક્ષ માવજીભાઇ રાબડિયા, કોષાધ્યક્ષ નયનભાઇ ચાવડા, ધર્મેશભાઇ જોશી મંચસ્થ રહ્યા હતા. ઔદ્યોગિક ઉપકરણો શૈક્ષણિક કાર્યોના મહત્ત્વના અંગ બની રહ્યા હોવા અંગે કર્ણભાઇ ખત્રી-માંડવીએ માહિતગાર કર્યા હતા. નારણજીભાઇ ચૂડાસમા, હિનાબેન ગોર આ સત્રમાં મંચસ્થ રહ્યા હતા. વિદ્યાભારતી રાણી અહલ્યાબાઇ હોલકર, 300મી જન્મ જયંતી નિમિત્તે તેમનાં જીવનચરિત્ર વિશે પ્રશ્નમંચ સત્રમાં પ્રીતિબેન જેઠવા તથા વિધિબેન ભટ્ટે માહિતી આપી હતી. સંગીતાબેન સેંઘાણી, અંજલિબેન ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સત્ર-4માં આચાર્યો દ્વારા નાટયાત્મક રીતે પાઠોની રજૂઆત કરાઇ હતી. ક્રિષ્નાબેન ઝોલણ, ગીતાબેન રાઠોડ, સુરેશભાઇ રામાણી મંચસ્થ રહ્યા હતા. સત્ર-5માં ગૌસેવાના પ્રસાદરૂપે પ્રાપ્ય પર્યાવરણ વિષય પર પ્રકાશભાઇ કેરાઇએ સ્થાનિક ગૌશાળાના કાર્યોર્થી માહિતગાર કર્યા હતા. સંકુલ મંત્રી ભાવનાબેન આણદ દ્વારા આગામી કાર્યક્રમોની યોજના જણાવાઇ?હતી તથા પંચબિંદુ ક્રિયાન્વયન દરેક સ્થાને થાય તેના અંતર્ગત કાર્ય કરવા આહ્વાન કર્યું હતું. આ પાંચ સત્રોમાં સંચાલન અનુક્રમે કસ્તૂરબેન, અક્ષીબેન, હર્ષદભાઇ, લીલાવંતીબેન તથા નંદનભાઇએ કર્યુ હતું. આભારવિધિ નયનભાઇ ચાવડાએ કરી હતી. આ તકે પશ્ચિમ કચ્છ વિભાગમાં ત્રણ સંકુલ વર્ગનું આયોજન કરાયું હતું જેમાં અધ્યક્ષ ડો. પંકજભાઇ શાહે ત્રણેય સંકુલોની મુલાકાત લીધી હતી. આ વર્ગમાં સ્થાનિક કાર્યકર્તાઓનો અમૂલ્ય ફાળો  રહ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd