ગાંધીધામ, તા. 13 : લાડી લોહાણા
સિંધી પંચાયત આદિપુર અને લાડી લોહાણા સિંધી નવયુવક મંડળના ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ
યોજાયો હતો, જેમાં જ્ઞાતિના તેજસ્વીઓને સન્માનિત કરાયા હતા. પ્રારંભમાં મહેમાનોના હસ્તે
દીપ પ્રાગટય બાદ મહિલા મંડળ?દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ત્યારબાદ જુદા-જુદા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને
વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર 115 છાત્રનું મહેમાનો હસ્તે સન્માન થયું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે બ્રહ્માકુમારીના
ભારતી દીદી, લીલાશાહ કુટિયાના ટ્રસ્ટી પરસોતમભાઈ અલવાણી, સુધરાઈ પૂર્વ પ્રમુખ ઈશીતાબેન
ટીલવાણી, સમાજના અગ્રણી ચંદનદાસ આસનાની, ઉમેશભાઈ નેનવાણી, જયંતીભાઈ ઠક્કર (મીઠી), હરેશભાઈ
આલવાણી, ગંગાધરભાઈ આલવાણી, વિજયભાઈ લાલવાણી, ધારાશાત્રી વી.પી. આલવાણી, ડો.ગોવર્ધન
ખાનચંદાણી, પ્રકાશ મહારાજ સહિતના હાજર રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને સમાજના પ્રમુખ
વિનોદભાઈ ખુબચંદાણીએ સમાજના બાળકો શિક્ષણક્ષેત્રે
આગળ વધી રહ્યા હોવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે એસ.આર.સી.ની ચૂંટણીમાં ડાયરેક્ટર પદે વિજેતા બનેલા
પ્રેમભાઈ લાલવાણીનુ વિશેષ સન્માન કરાયું હતું. વિશિષ્ટ સેવાકાર્ય?બદલ હરેશકુમાર તુલસીદાસનું
પણ અભિવાદન કરાયું હતું. સમગ્ર આયોજનને સફળ
બનાવવા માટે મહેશભાઈ ચાંદાવાણી, દિનેશભાઈ તનવાણી,
મનીષભાઈ દલવાણી, ચિરાગ લાલવાણી તથા મહિલા અને યુવક મંડળના સભ્યોએ સહકાર આપ્યો હતો.