• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અંજારમાં રામકૃષ્ણ શારદા સેવા આશ્રમના ઉપક્રમે પ્રાથમિક વિભાગની વકતૃત્વ સ્પર્ધા

અંજાર, તા. 13 : રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર આયોજિત સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી ઉત્સવ ઉજવણી યુવા સપ્તાહના પ્રારંભ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોના વિષય પર શહેરની પ્રાથમિક શાળાઓ માટે  વકતૃત્વ સ્પર્ધા નગર પ્રા. શાળા નં.-3માં યોજાઈ હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મંત્રેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ મઠ-આદિપુર ), નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી,  ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી તથા શાસકપક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામી, શિક્ષણ સમિતિના ચેરમન બલરામભાઈ જેઠવા તથા વાઈસ ચેરમેન તેજસભાઈ મહેતા અને નગરસેવિકા કલ્પનાબેન ગોર, પ્રિતીબેન માણેક ઉપસ્થિત રહ્યા હતા. આ હરીફાઈમાં  જુદી-જુદી શાળાના કુલ 11 સ્પર્ધકે ભાગ લીધો હતો, જેમા ંભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઈનામો તથા સ્વામી વિવેકાનંદ પુસ્તક ઉપસ્થિત તમામ મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રેશાનંદજી મહારાજએ સ્વામી વિવેકાનંદના પુસ્તકોનુ વાંચન કરવા તથા સ્વામી વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લેવા શીખ આપી હતી. શાસકપક્ષના નેતા નિલેશભાઈ ગોસ્વામીએ સ્વામીજીને યુવાનોના આદર્શ ગણાવી સ્પર્ધામાં ભાગ લેનારાઓને અભિનંદન આપ્યા હતા.  સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓનાં જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટે ખુબજ ઉપયોગી  કાર્ય?કરતાં હોવાની લાગણી આ  પ્રસંગે વ્યક્ત કરાઈ હતી. હરીફાઈમાં નિર્ણાયક તરીકે રમેશભાઈ ચૌહાણ તથા કલ્પનાબેન મહેતાએ સેવા આપી હતી. સંચાલન શાળાના આચાર્ય અમરાભાઇ રબારીએ અને   આભારવિધિ સંસ્થાના સંયોજક સુરેશ છાયાએ કરી હતી. કાર્યકમને સફળ બનાવવા શાળાનો સ્ટાફ તથા વૈશાલીબેન જણસારી, મુકેશભાઈ સહિતનાએ સહકાર આપ્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd