ભુજ, તા. 18 : કચ્છમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત રસ્તાઓને પૂર્વવત
કરવા કચ્છ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. માર્ગ
અને મકાન પંચાયત દ્વારા જિલ્લાના 1537 રસ્તાની 6246.06 કિ.મી. લંબાઇ પૈકી આસ્ફાલ્ટ
પેચવર્કની જરૂરિયાતવાળી 35.05 કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે
લંબાઇ પૈકી 24.018 કિ.મી. રસ્તા પર આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી
છે. બાકી રહેતી લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે. માર્ગ અને મકાન
પંચાયત વિભાગ ભુજ હસ્તકના 77 રસ્તા અને 41.50 કિ.મી.ને નુકસાન થયેલું જે પૈકી
40.82 કિ.મી.માં મેટલ પેચની કામગીરી પૂર્ણ કરાઇ છે અને બાકી રહેતી લંબાઈમાં મેટલ પેચની
કામગીરી હાલે પ્રગતિમાં હોવાનું એક યાદીમાં જણાવાયું છે.