• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

અંજારમાં કાયસ્થ જ્ઞાતિના તેજસ્વી તારલાનું સન્માન

અંજાર, તા. 18 :  અહીંની કાયસ્થ જ્ઞાતિ દ્વારા આયોજિત 17મા સરસ્વતી સન્માન સમારોહમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા.આ વેળાએ સંગઠન મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આરંભમાં દીપ પ્રાગટય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. પ્રાસંગિક વકતવ્ય આપતા ભાગવતાચાર્ય પ.પૂ. દિનેશભાઈ રાવલે અંજાર કાયસ્થ સમાજને બ્રહ્મસમાજનું અભિન્ન અંગ ગણાવ્યું અને સંગઠનની ભાવના મજબૂત કરવા હાકલ કરી હતી. રામસખી મંદિર અંજારના મહંત કીર્તિદાસજી મહારાજે કાયસ્થ બ્રહ્મસમાજની ટીમને આયોજન બદલ અભિનંદન પાઠવી પોતાના તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી ઉચ્ચારી હતી. જ્ઞાતિ પ્રમુખ તેજસ મહેતાએ જ્ઞાતિની પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરી કચ્છના સમસ્ત કાયસ્થ જ્ઞાતિ જનોના સાથ-સહકારથી જ્ઞાતિની એકતા અને સંગઠન વધુને વધુ મજબૂત બનાવવા તેમજ યુવાધનને જ્ઞાતિના કાર્યક્રમમાં રસરુચિ કેળવવા અપીલ કરી હતી. આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય દાતાઓ દક્ષાબેન જનકાસિંહ મહેતા, રાકેશ અશોકભાઈ મહેતા, ઝેનિથ પરેશભાઈ મહેતા, ભારતીબેન વસંતલાલ મહેતા, સુરેશભાઈ રામદાસ મહેતા, પારુલબેન મહેતા, ધવલ સુમનભાઈ મહેતા, ઓમદેવ અક્ષય મહેતાનું  સંતોનાં હસ્તે સન્માન  કરાયું હતું.  જ્ઞાતિનાં ભૂલકાંઓ શ્રિયા, શ્રુતિ, પ્રેક્ષા, માહી, નિયતિ, નીતિ, શિવ, કાવ્યા દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. દર વર્ષેની જેમ જ્ઞાતિના 21 જેટલા વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સ્વ. કાજલબેન સુરેશચંદ્ર મહેતા પારિતોષિક, સ્વ. કાશીબેન કેશવજી મહેતા ચંદ્રક તેમજ સ્વ. પ્રભાવતીબેન જટાશંકર મહેતા સ્મૃતિ એવોર્ડ એનાયત કરાયા  હતા. ચાલુ વર્ષે જ્ઞાતિનાં બાળમંદિરથી લઇ કોલેજ સુધીના 40 જેટલા તેજસ્વી તારલાઓને માતુશ્રી સ્વ. અનસુયાબેન સુરેશભાઈ મહેતાની પુણ્યસ્મૃતિમાં જ્ઞાતિ પ્રમુખ તેજસ સુરેશભાઈ મહેતા પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ, આરોગ્ય, કાયદાકીય, સાહિત્ય, સંગીત તેમજ રમતગમત ક્ષેત્રે કાર્યરત 33 જેટલી પ્રતિભાઓને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકાની કેન્દ્ર સરકાર દ્વારા રેલવે સલાહકાર સમિતિમાં નિયુક્તિ થતાં અંજાર કાયસ્થ બ્રહ્મસમાજ ટીમ વતી વિશેષ અભિવાદન કરાયું હતું. આ વેળાએ  ભુજ કાયસ્થ જ્ઞાતિ પ્રમુખ અભિલાષ મહેતા,માંડવી કાયસ્થ જ્ઞાતિ વતી અક્ષયભાઈ મહેતા તેમજ બહોળી સંખ્યામાં સૌ જ્ઞાતિજનો દ્વારા ઉપસ્થિત રહી જ્ઞાતિને આર્થિક અનુદાન જાહેર કરાયું હતું. સંચાલન જ્ઞાતિની યુવા પ્રતિભા નિયતિ મેહતા, ધ્રુવી મહેતા અને શ્રુતિ મહેતા  દ્વારા કરાયું હતું. આયોજનમાં નરેન્દ્રભાઈ મહેતા, પરાગભાઈ મહેતા, અક્ષયભાઈ મહેતા, વિમલભાઈ મહેતા, અમન મહેતા, ધવલ મહેતા, મહિલા મંડળના સોનલ મહેતા, વિજયા મહેતા, ઉષા મહેતા, પ્રિયંકા મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang