ભુજ, તા. 16
: ગરીબ અને જરૂરતમંદ લોકોને મદદ જ ઇદની સાચી ખુશી હોવાનો સૂર મહેફીલે બાગ રસૂલ કમિટી
દ્વારા યોજાયેલા ઇદ-એ-મિલાદના જુલૂસ પ્રસંગે અગ્રણીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો. મહેફીલે
બાગ રસૂલ કમિટી દ્વારા શહેરના ભીડ બજાર સ્થિત આઝાદ ચોક ખાતે ઉલ્માએ કિરામની આગેવાની
હેઠળ નીકળેલા જુલૂસને એલ.સી.બી. પી.આઇ. શ્રી ચૂડાસમા, એ-ડિવિઝન પી.આઇ. શ્રી પરમાર,
બી- ડિવિઝન પી.આઇ. શ્રી પટેલ, કમિટીના હોદ્દેદારો
અલીમોમહદ જત, ઇબ્રાહીમ હાલેપોત્રા, કાસમશા સૈયદ, મામદ જુણેજા વગેરે દ્વારા પ્રસ્થાન
કરાવાયું હતું. આ જુલૂસમાં વોરા સમાજ તથા ખોજા ઇસ્માઇલી સમાજના આગેવાનો તેમજ હિતરક્ષક
સમિતિના પ્રમુખ અબ્દુલભાઇ રાયમા જોડાયા હતા. જુલૂસનું રસ્તામાં માનવજ્યોત તેમજ પત્રકારો
દ્વારા સ્વાગત કરાયું હતું. આ જુલૂસ શહેરની મુખ્ય ઇદગાહ પાસે સભાના રૂપમાં ફેરવાયું
હતું. જ્યાં કમિટીના મહામંત્રી અલીમોહમદ જતે આયોજનની રૂપરેખા આપી હતી. કમિટીના પ્રમુખ
સૈયદ અહેમદશા અલહુસૈનીએ ગરીબ અને જરૂરતમંદ લોકોને મદદ કરીને ઇદની સાચી ખુશી ગણાવી હતી.
જુલૂસમાં ડી.વાય.એસ.પી. રવિરાજ જાડેજાનું કમિટી દ્વારા સ્વાગત કરાયું હતું તેમજ 33
વર્ષથી વિક્ટોરિયાની સેવા આપતા લાખા પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
સ્કૂલનાં બાળકો દ્વારા `િશક્ષણ પ્રાપ્ત કરો અને વ્યસનમુક્તિ'નો સંદેશ
આપ્યો હતો. જુલૂસને સફળ બનાવવા કાસમશા સૈયદ, ઇકબાલ ચાકી, ગની કુંભાર, ઇબ્રાહીમ જત,
ઇસ્માઇલ લાડકા, અનવર નોડે, જુમ્મા નોડે, આમદ જત, અખ્તરશા સૈયદ, હનીફ જત, અખ્તર લાંગાય,
અશરફશા સૈયદ, સરફરાજ જત, મોહસીન હાકડા, ગની તાલબ, નસીબશા સૈયદ, ઇમરાન નોડે, રમજાન સુમરા,
મજીદ પઠાણએ જહેમત ઉઠાવી હતી. કમિટી દ્વારા પાલારા સ્થિત માનવજ્યોત સંસ્થામાં રહેતા
મંદબુદ્ધિના ભાઇઓને ભોજન અપાયું હતું.