ખાવડા, તા.
16 : જિલ્લાની સીમા પરના સંત્રી અને ધર્મ- રાષ્ટ્રભક્તિ તેમજ સમરસતા સાથે કુદરતી સૌંદર્ય
ધરાવતા પ્રવાસધામ એવા કાળા ડુંગર પર ભગવાન દત્તાત્રેયના સાંનિધ્યમાં દર વર્ષની જેમ
બે દિવસીય ભાતીગળ લોકમેળાનું આયોજન કરાયું હતું. પ્રથમ દિવસે શનિવારે રાત્રે જાણીતા
કલાકારો નારાયણભાઇ ઠાકર સાથે રેખાબેન વાળાએ ભજનોની રમઝટ બોલાવી હતી. સંચાલન મહેશભાઇ
રાજદેએ કર્યું હતું. બપોરે મહાપ્રસાદના દાતા મજેઠિયા પરિવાર (લોડાઇ), રાત્રે મહાપ્રસાદના દાતા દયારામભાઇ તન્ના, શાંતિલાલભાઇ
તન્ના, વિષ્ણુભાઇ કેસરિયા તેમજ શશીકાંતભાઇ કેસરિયા રહ્યા હતા. અલ્પાહારના દાતા આદિપુરના
દિલીપભાઇ મજેઠિયા રહ્યા હતા. દર વર્ષની જેમ મંદિરને પુષ્પોથી સુશોભન આદિપુરના ભૂપેનભાઇ
ઠક્કર તરફથી કરાયું હતું. બીજા દિવસે સવારે પૂજન, ધ્વજારોહણ અને સામૈયાં બાદ મેળાનો
સમાપન સમારંભ યોજાયો હતો, જેમાં આયોજક દત્તમંદિર અને સેવા સમિતિના મંત્રી બાલકૃષ્ણ
ઠક્કરે સ્વાગત કર્યા બાદ પ્રમુખ હીરાલાલ રાજદેએ આવકાર સાથે સ્થાનને લગતી વિગતો આપી
સૌના સહિયારા સહયોગ માટે આભાર માન્યો હતો. પારંપારિક લોંગ પ્રસાદ બાદ મહાપ્રસાદ - પેડીના
દાતા આદિપુરના ચંપાબેન ગોકલદાસ કુંવરજી મજેઠિયા રહ્યા હતા. સહયોગી દાતાઓનું તેમજ દિન-પ્રતિદિન
આ સ્થાન માટે સહયોગ આપી રહેલા સરકારી વિભાગો, પોલીસ વિભાગના પીએસઆઇ શ્રી ચાવડા, પીજીવીસીએલના
શ્રી ગામિત, પાણી પુરવઠાના દિવ્ય પરમાર, હાર્દિક કોરડિયા તેમજ જુશબ સમા ઉપરાંત સ્થાનિક
ઔદ્યોગિક એકમ સોલારિસ અને એગ્રોસેલના ચીફ ઓપરેટિંગ ઓફિસર યોગેન્દ્રસિંહ અને હરિપ્રસાદ
સોની વિગેરેના સહયોગની નોંધ લઇ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન મંત્રી
ધિરેન્દ્ર તન્નાએ અને આભારવિધિ ખાવડા લોહાણા મહાજનના ઉપપ્રમુખ ખીમજીભાઇ કોટકે કરી હતી.
ગાંધીધામ ભાજપ અને લોહાણા સમાજના અગ્રણી પંકજભાઇ ઠક્કર, ખાવડા મહાજન ઉપપ્રમુખ વિપુલભાઇ
તન્ના, મંત્રી શાંતિભાઈ દાવડા, સહમંત્રી રામલાલ કક્કડ, સમિતિના ઉપપ્રમુખ પરેશભાઇ ઠક્કર,
મંત્રી લીલાધર ચંદે, સભ્યો પ્રાણલાલ ઠક્કર, ચમનલાલ કેસરિયા, નરેન્દ્ર સોતા, મોહનભાઇ
તન્ના, જમનાદાસ દાવડા, શાંતિલાલ રાયકુંડલ, પ્રવીણ તન્ના, શાંતિલાલ તન્ના, શશીકાંત સોતા,
પંકજ રાજદે, ઘનશ્યામ મજેઠિયા, ભરતભાઇ કક્કડ, અનિરુદ્ધ રાજદે, યુવક મંડળના જિગર તન્ના,
પાર્થ ગણગણાત્રા, ઉમંગ સોનાઘેલા વગેરેએ સહયોગ આપ્યો હતો.