• સોમવાર, 22 જુલાઈ, 2024

કટોકટીના સમયે આયુષ્માન લાભાર્થીઓની દોડાદોડ

હેમંત ચાવડા દ્વારા : ભુજ,તા. 2 : કચ્છમાં આધારકાર્ડ અને રાશનકાર્ડમાં અટક સહિતમાં રહેલી વિસંગતતાના સુધારા-વધારા બાદ પણ ટેકનિકલ કારણોસર કેન્દ્ર સરકારનાં રાષ્ટ્રીય હેલ્થ ઓથોરિટીના પોર્ટલમાં ડેટા અપલોડ થવાથી બીમારી જેવા કટોકટીના સમયે નવા આયુષ્માન કાર્ડ બનાવવામાં અથવા તો રિન્યૂ થવાથી લાભાર્થીઓની એકથી બીજી કચેરીમાં દોડાદોડી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 2011-12 ગરીબીરેખા હેઠળ આવતા પરિવારો માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેવાય) શરૂ કરવામાં આવી છે. યોજનાનો લાભ લેવા ગરીબીરેખા હેઠળ અથવા તો વાર્ષિક ચાર લાખ અને સિનિયર સિટીઝન માટે લાખ જેટલી આવક ધરાવતા લાભાર્થી નામ, અટક સહિતની એકસરખી વિગતો ધરાવતા આધાર-રાશનકાર્ડ અને મામલતદાર કે તલાટી પાસેથી આવકના દાખલા સાથે જેતે સરકારી આરોગ્ય કેન્દ્રમાં અરજી કરી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે તો મોબાઇલમાંથી પણ યોજનાની એપ ડાઉનલોડ કરી ઘેરબેઠા કાર્ડ બનાવી શકાય છે.  કચ્છમાં હાલ અંદાજે પોણા લાખ લાભાર્થી યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો અનેક લાભાર્થી યોજનાનો લાભ લેવા ઈચ્છુક છે, પરંતુ સરહદી જિલ્લામાં વર્ષો અગાઉ બનેલા રાશનકાર્ડ-આધારકાર્ડમાં નામો, અટકોમાં ભૂલો હોવાથી બંને કાર્ડની વિસંગતતાના કારણે કાર્ડ બની શક્તા નથી. જોકે, તેમાં મામલતદાર કચેરીમાં આધારકાર્ડના આધારે સુધારા-વધારા કરી આપવામાં આવે છે, પરંતુ પ્રક્રિયા થયા બાદ રાજ્ય સરકારના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ' (પીડીએસ)માંથી કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય હેલ્થ ઓથોરિટીના પોર્ટલમાં સુધારાયેલા નામો વગેરેનો ડેટા અપલોડ થતો નથી. ડેટા અપલોડ થવાથી નવા આયુષ્માન કાર્ડ બની શક્તા નથી, તેથી બીમારી જેવા કટોકટીના સમયે લોકો યોજનાનો લાભ લઈ શક્તા નથી. તો અગાઉ બની ગયેલા આયુષ્માન કાર્ડ પણ અમુક સમય બાદ રિન્યૂ કરાવવા પડે છે, જેના માટે એન.એચ..ના પોર્ટલમાં કાર્ડ રિન્યૂ કરવાનું ફંકશન આવે છે પણ કોઈપણ કારણોસર તે કામ કરતું હોવાથી ગંભીર પ્રકારના રોગો ધરાવતા લાભાર્થીઓ કે જેમની કોઈ આવકનો સ્રોત નથી તેવા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો સાંભળવા મળી રહી છે. દરમ્યાન સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લોકોમાં જાગૃતિ હોવાથી અચાનક આવી પડતી બીમારી વખતે આયુષ્માન કાર્ડ બનાવવા દોડતા હોય છે તે સમયે તાત્કાલિક કાર્ડ બનવા સંભવ હોવાથી કાર્ડ બનાવવા દોડાદોડી કરવી પડે છે, વળી જેને સારવારની જરૂર હોય તેના કાર્ડ બનાવતા હોય છે. ખરેખર તો સરકાર જ્યારે આવી યોજનાનો લાભ આપી રહી છે ત્યારે પરિવારના દરેક વ્યક્તિને તેનો લાભ મળે તે માટે તેમના નામ સાથેના કાર્ડ બનાવવા જોઈએ જેથી બીમારીના સમયે કાર્ડ `સંજીવની બુટી' સમાન બની રહે. દરમ્યાન સમસ્યા અંગે ભુજ મામલતદાર ગ્રામ્યનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, અમારા  પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ' (પીડીએસ) પોર્ટલમાં તો ચોવીસ કલાકમાં રાશનકાર્ડના સુધારા-વધારા અપડેટ થઈ જાય છે, જ્યારે  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવીન્દ્ર ફુલમાળીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, ટેક્નિકલ કારણોસર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના પોર્ટલમાં લાભાર્થીની વિગતો અપલોડ થતી હોવાથી નવા કાર્ડ બનાવવામાં મુશ્કેલી પડી રહી છે. - `આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવા' જેવો લાભાર્થીઓનો તાલ : દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફૂલમાળીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામેગામ અને ઘેરઘેર જઇ લોકોને આયુષ્માન કાર્ડ બનાવવા કેમ્પોનું આયોજન કરવા છતાં તેમજ દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર, યોજના સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલોમાં કાર્ડ બનતા હોવા છતાં નાગરિકોમાં જાગૃતિના અભાવે આયુષ્માન કાર્ડ બનાવવા જતા નથી અને જ્યારે ઘરમાં કોઈ અચાનક મોટી  બીમારી આવી પડે ત્યારે (આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે છે) દોડે છે અને તંત્રનો વાંક કાઢે છે. ખરેખર તો જે પણ વ્યક્તિ યોજનાનો લાભ લઇ શકે છે તેમણે નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર, યોજના સાથે જોડાયેલી ખાનગી હોસ્પિટલોમાં જઇ તાત્કાલિક આયુષ્માન કાર્ડ બનાવી લેવા જોઈએ જેથી ગંભીર પ્રકારની બીમારી વખતે દોડવું પડે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang