નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્ત્વના આદેશમાં
જણાવ્યું હતું કે, પુત્રીઓને પોતાના માતા-પિતા પાસે ભણતર માટે ખર્ચ માગવાનો પૂરો અધિકાર
છે. જરૂર પડયે માવતરને આ હેતુ માટે કાનૂની રીતે બાધ્ય બનાવી શકાય છે. સર્વોચ્ચ અદાલતે
26 વર્ષથી અલગ રહેતા દંપતિના મામલામાં આ આદેશ આપ્યો હતો. પુત્રી આયર્લેન્ડમાં રહે છે.
પિતા તરફથી માતાને ભરણપોષણરૂપે પુત્રીના શિક્ષણ માટે 43 લાખ રૂપિયા આપ્યા હતા. પોતાના
સ્વમાનને જાળવતાં ભલે પુત્રીએ એ પૈસા લેવાની ના પાડી દીધી હતી. પિતાએ પણ પૈસા પાછા
લેવાનો ઈન્કાર કર્યો હતો. કુલ્લ 73 લાખ રૂપિયા અપાયા હતા, જેમાંથી 30 લાખ રૂપિયા પત્ની
માટે આપ્યા હતા કોર્ટે કહ્યું હતું કે, પુત્રી ભણતર માટે પિતા તરફથી અપાયેલા પૈસા લઈ શકે છે. ખંડપીઠે જણાવ્યું હતું કે, અમારા માનવા
મુજબ, આ 43 લાખ રૂપિયા પર કાનૂની રીતે પુત્રીનો હક છે.