• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

ગુજરાતમાં એચએમપીવીનો બીજો કેસ નોંધાયો

અમદાવાદ, તા. 8 : દેશમાં ચીનના કોરોના જેવા એચએમપીવી વાયરસના 10 કેસ થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં બુધવારે ત્રીજો કેસ મળ્યો છે. મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં છ માસની બાળકી સંક્રમિત છે. બીજી તરફ, ગુજરાત રાજ્યમાં આજે બીજો કેસ હિમ્મતનગરમાં સામે આવ્યો હતો. ગઈકાલે નાગપુરમાં બે કેસ આવ્યા હતા. મુંબઈમાં ચીની વાયરસનો આ પહેલો કેસ છે. અત્યાર સુધી સંક્રમણમાં મહારાષ્ટ્ર મોખરે છે. અગાઉ, કર્ણાટક અને તામિલનાડુમાં બે-બે, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં એક-એક કેસ સામે આવતાં હવે દેશમાં કુલ નવ કેસ થયા છે. દેશભરમાં બાળકોને નિશાન બનાવતા ચીની વાયરસ સામે સજ્જ  રહેવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.ગુજરાતમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે, તો પંજાબમાં બુઝુર્ગો, બાળકોને માસ્ક પહેરવાની સલાહ અપાઈ છે. હરિયાણામાં પણ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોની સરકારોને ચીની વાયરસ પર સતત નજર રાખવા  તેમજ સંક્રમણ ફેલાતું રોકવાના ઉપાયો  કરવા જણાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ સ્થિતિ પર નજર રાખવાનો ભરોસો આપ્યો છે અને ટૂંક સમયમાં  એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે. અમદાવાદ પછી પ્રાંતિજમાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવ્યો છે.    એચએમપીવી વાયરસનો હિંમતનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે. હિંમતનગરની આ ખાનગી હોસ્પિટલમાં આઠ વર્ષનું બાળક સારવાર હેઠળ છે. પ્રાંતિજ તાલુકાનાં ગામનું બાળક સારવાર હેઠળ છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને  આઇસીયુમાં રાખવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયો હતો. આ બાળકનો રિપોર્ટ 26 ડિસેમ્બરે આવી ચૂક્યો હતો, પરંતુ હોસ્પિટલ સત્તાવાળાઓએ આ વાત અત્યાર સુધી કેમ છુપાવી રાખી એ પણ તપાસનો વિષય બન્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા મોટી બેદરકારી દાખવવા બદલ એએમસી આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માગ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd