• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

નખત્રાણામાં લોહાણા સમાજની ક્રિકેટ સ્પર્ધામાં આશાપુરા ટીમ બની વિજેતા

નખત્રાણા, તા. 9 : અહીંના લોહાણા યુવક મંડળ દ્વારા ચાર દિવસીય સિક્સર બોક્સ નાઈટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આર.પી.એલ. સિઝન-7માં 16 ફ્રેન્ચાઈઝીના 100 યુવકે ભાગ લીધો હતો. આ મેચના અંતે આશાપુરા સિક્સર ટીમ વિજેતા થઈ હતી. મંડળના પ્રમુખ રાજેશ પલણે દીપ પ્રાગટય કરીને રમતગમતથી યુવાઓમાં કૌશલ્ય તથા એકાત્મક ભાવનાની વૃદ્ધિ થવાની સાથે આયોજનને બિરદાવ્યું હતું.  આ પ્રસંગે મહિલા અગ્રણીઓ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દક્ષાબેન બારૂ અને હેતલબેન ઠક્કર, લોહાણા મહિલા મંડળના પ્રમુખ મીરાબેન મજેઠિયા, ઉપપ્રમુખ વિશનજી પલણ, પ્રાગજી અનમ, અનિલ જોબનપુત્રા, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના મહામંત્રી મહેન્દ્ર ગટ્ટા, વિરાણી લોહાણા મંડળના પ્રમુખ છગનલાલ આઈયા, તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર, રમેશ આથા, મેહુલ દાવડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. ટૂર્નામેન્ટના મુખ્યદાતા એપેક્ષ સ્માર્ટ ક્લાસીસના હસ્તે કૈલાસ આથા, મેચના અન્ય દાતાઓ ચંદ્રેશ રાજદે, આશિષ દાવડા, જમનાદાસ બારૂ, ગિરીશ ગણાત્રા, શ્રીજી આર્ટ એન્ડ સાડી, સચદે મેડિકલ, જિજ્ઞેશ કટારિયા, મુલજી પુરુષોત્તમ બારૂ, કલ્પેશ સચદે દ્વારા સહયોગ મળ્યો હતો. આ ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ તથા બેસ્ટ બોલર સમીર કારીઆ, બેસ્ટ બેટ્સમેન ઉર્વેશ પલણ, કોમેન્ટેટર તરીકે દર્શન ગટ્ટા, પ્રશાંત ઠક્કર, યશ ઠક્કર રહ્યા હતા. સંચાલન જિજ્ઞેશ પલણ અને આભારવિધિ કેવલ આથાએ કરી હતી. વિજેતાઓને ઈનામ-ટ્રોફી વિતરણ મહેમાનો દ્વારા કરાયું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd