ભુજ, તા. 9 : કચ્છ જિલ્લાની
ગોધરા અંબેધામની દીકરી ગૌરી ગરવાની નિર્મમ અને ક્રૂર હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં
ઘેરા પ્રત્યાઘાત પડયા છે. નિર્મમ હત્યાના બનાવને પગલે સદ્ગત દીકરીના સમાજ ગુરુ બ્રાહ્મણ સમાજના રાજ્યકક્ષાના સંગઠનના પ્રમુખ
જે.વી. શ્રીમાળી અને મહામંત્રી સી.એન. જોષીની જિલ્લા ઘટકોને અપાયેલી સૂચનાને સમગ્ર
રાજ્યના તમામ જિલ્લા મથકે જિલ્લા કલેક્ટર, અધીક કલેક્લરને સદ્ગત દીકરીના પરિવારને તાત્કાલિક
ન્યાય આપવા, આરોપીને કડક સજા, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, દીકરીના પરિવારને મુખ્યમંત્રી
રાહત ફંડમાંથી સહાય આપવા સહિતની માંગ સાથે બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, પૂર્વ કચ્છ,
જામનગર, અમરેલી, અરવલ્લી, વડોદરા, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લા મથકે મોટી સંખ્યામાં
જે-તે જિલ્લાના ગુરુ બ્રાહ્મણ સમાજના ઘટકના હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓ, ભાઇ-બહેને ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હોવાનું ગુજરાત
ગુરુ બ્રાહ્મણ સમાજ (રાજ્ય કક્ષા)ના કચ્છ-સૌરાષ્ટ્રના પ્રભારી ડો. રમેશ ગરવાની યાદીમાં
જણાવાયું છે.