ભુજ, તા. 9 : નખત્રાણા-માતાનામઢ માર્ગે હાજીપીર ફાટક પાસે એલસીબીએ
વાહન તલાશી દરમ્યાન રોયલ્ટી કે પાસ પરમીટ?વિના ગેરકાયદેસર રીતે બોક્સાઇટ (ખનિજ) 58
ટન ભરેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એલસીબીના પી.આઇ. એસ.એન. ચુડાસમાના
માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. રાકેશ રાઠવા, કોન્સ. લાખાભાઇ રબારી નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલીંગ
અને વાહન ચેકિંગમાં હતા ત્યારે હાજીપીર ફાટક પાસે?ટ્રક નં. જી.જે. 27 ટી.એફ. 0615ની
તલાશી લેતાં તેમાં 58 ટન બોક્સાઇટ ભરેલું હતું. આ અંગેના રોયલ્ટી અને પાસ પરમીટ ચાલક
ભચુ હરભમ રબારી (ભચાઉ) પાસે માંગતા ન હોઇ અને આ બોક્સાઇટ?(ખનિજ) રાવરેસર (તા. લખપત)થી
ભરી આવ્યાનું જણાવ્યું હતું. નખત્રાણા પોલીસને સુપરત કરી આગળની કાર્યવાહી અર્થે ખાણ-ખનિજ
વિભાગને રિપોર્ટ કર્યાનું એલસીબીએ જણાવ્યું છે.