ભુજ, તા. 9 : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ
માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન એન્જિનીયરિંગ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું
હતું. કુલ મળીને 12 ટીમે ભાગ લીધો હતો. ફાઇનલ મેચ આશાપુરા ઇન્ટરનેશનલ બરાયા સામે આશાપુરા
માઇનકેમ લી. (માઇન્સ) વચ્ચે યોજાઇ હતી. આશાપુરા ઇન્ટરનેશનલ બરાયા ટીમ ચેમ્પિયન થઇ હતી.
આશાપુરા ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર મનનભાઇ શાહ હાજર રહ્યા હતા તેમજ પ્રકાશભાઇ
ગોર, ધરમ વરૂ, જિતેન્દ્ર કુશવાહ, જયેશભાઇ, શ્રી ઠાકાર, જી. કે. સિંગ, મનીષ પલણ તેમજ
મનીષ પટેલ, શ્રી ત્રિપાઠી તેમજ સિનિયર સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા અને ત્યારબાદ ઇનામ
વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન કમિટીના સભ્ય અમરસિંહ જાડેજા, મિતેષ
પરમાર, પાર્થ ચાવડા, નીરવ ચૌહાણ, કુલિન ગોર, સુધીરભાઇ પાઠક, ભવ્ય જોષી વિગેરેએ વ્યવસ્થા
સંભાળી હતી.