મુંબઈ, તા. 8 : પ્રખ્યાત કવિ, ચિત્રકાર, પત્રકાર, ફિલ્મ નિર્માતા
તેમજ સાંસદ રહી ચૂકેલા પ્રીતીશ નંદીનું બુધવારે 73 વર્ષની વયે નિધન થતાં કલાજગત, સિનેજગતમાં
શોકની લાગણી ફેલાઈ હતી. પ્રીતીશે ઝંકાર બિટ્સ, કાંટે, હજારો ખ્વાહિશે ઐસી, પ્યાર કે
સાઈડ ઈફેક્ટ્સ, અગલી ઔર પગલી, ચમેલી જેવી પ્રખ્યાત ફિલ્મોનું નિર્માણ કર્યું હતું.
બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રીતીશે રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
નંદી શિવસેનાની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા હતા અને છ વર્ષ સાંસદ રહ્યા હતા.