• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

પ્રતિબંધિત દવા નિકાસ મામલે ધરપકડ

મુંદરા, તા. 9 :  મુંદરા કસ્ટમ્સની સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન  (એસઆઈઆઈબી) શાખાએ એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ આફ્રિકન દેશોમાં સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની ગેરકાયદેસર નિકાસમાં સામેલ  રાજકોટ સ્થિત નિકાસકાર વેપારીના 27 વર્ષીય ભાગીદારની ધરપકડ કરી છે. સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચએ જુલાઈ 2024માં બાતમીના આધારે પશ્ચિમ આફ્રિકન દેશો માટે નિકાસ થતા  એક જ નિકાસકારના બે નિકાસ કન્સાઈન્મેન્ટને અટકાવ્યા હતા, જેમાં ડિકલેર કરાયેલા માલમાં ડાઈક્લોફેનેક અને ગેબેડોલ ટેબ્લેટનો સમાવેશ હતો, પણ  225 ગ્રામની એક એવી 68 લાખ અઘોષિત ટ્રામાડોલ હાઈડ્રોક્લોરાઈડ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત  અંદાજિત  રૂા. 110 કરોડ હતી. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, નિકાસકાર કંપનીનું નામ રેઈન ફાર્મા ઇમ્પેક્ષ છે અને તેના ચાર ભાગીદાર છે. જેમાંથી હાલ ભાવિક જયેશભાઈ વોરાને જવાબદાર ગણીને ધરપકડ સાથે કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.  નોંધનીય છે કે, ટ્રામાડોલ એ  એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ છે અને `ટ્રામાકિંગ-225' અને `રોયલ-225' જેવા બ્રાન્ડ નામો હેઠળ બહાર આવે છે.  અગાઉથી નિકાસ જ થઈ ચૂકેલા કન્સાઈન્મેન્ટને પાછા બોલાવીને થયેલી તપાસમાં એવું બહાર આવ્યું હતું કે,  એ જ નિકાસકાર દ્વારા અન્ય શિપમેન્ટમાં 40 કરોડની વધારાની છુપાવેલી ટ્રામાડોલ નીકળી ચૂકી છે. કુલ 94 લાખ જેટલી ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં કલોલ સ્થિત વેરહાઉસમાં ફોલોઅપ સર્ચ દરમિયાન જપ્તીનો સમાવેશ થાય છે.  મુંદરા કસ્ટમના પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનીયરની યાદી મુજબ આ પદાર્થ ઉગ્રવાદી જૂથો દ્વારા દુરુપયોગ અને આફ્રિકામાં ઉચ્ચ માંગ માટે જાણીતો છે. 2018માં એનડીપીએસ  એક્ટ હેઠળ આ પદાર્થ સાયકોટ્રોપિક તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો ત્યારથી આ સૌથી મોટી ટ્રામાડોલ પકડવાની જપ્તી અને ભાંડાફોડ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં,  મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાએ કરેલી કાર્યવાહીમાં નિકાસથી 52ત મગાવેલા ત્રણ કન્ટેનરમાંથી રૂા. 41 કરોડનો 25, 60, 000 ટ્રામાડોલની ગોળીનો જથ્થો ઝડપ્યો હતો. એથી પહેલાં મુંદરા પોર્ટ પરથી જ  પ્રતિબંધિત દવાઓનો સો કરોડનો જથ્થા ઝડપાયો હતો.  એક તબક્કે રાજકોટની  નિકાસ કરતી કંપની રેઈન ફાર્માનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, પણ એ જ કંપનીના પાછા બોલાવાયેલા કન્ટેનરમાંથી 25,60,000 ગોળીઓનો જથ્થો ઝડપાયો હતો જેની કિંમત 41 કરોડ રૂપિયા હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd