• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

સામખિયાળી - મોરબી ધોરીમાર્ગ ઉપર ગાડીમાંથી 3.17 લાખનો શરાબ જબ્બે

ગાંધીધામ, તા. 9 : સામખિયાળી - મોરબી ધોરીમાર્ગ ઉપર લાકડિયા પોલીસે એક ગાડીમાંથી રૂા. 3.17 લાખના શરાબ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. આ ધોરીમાર્ગ ઉપર દારૂ ભરેલી  ગાડી આવતી હોવાની બાતમીના આધારે પોલીસે સઘન તપાસ આરંભી  હતી. દરમ્યાન કિયા સેલટોસ ગાડી નં. જીજે.-31.-ડી.-8524માંથી  વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 288  કિં. રૂા. 1,98,192 તથા જુદી-જુદી બ્રાન્ડના દારૂના કવાર્ટરિયા નંગ 778 મળ્યા હતા, જેની કિંમત  રૂા. 1,19,040 આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં આરોપી મનોહરસિંગ આયદાનરામ ચૌધરી (મૂળ રાજસ્થાન,હાલે ગાંધીધામ) તથા વિજય મુકેશભાઈ ગઢવી ( રહે. ગાંધીધામ)ની ધરપકડ  થઈ હતી. પોલીસે  દસ લાખના વાહન તેમજ  બે મોબાઈલ કિં. રૂા.20 હજાર સાથે કુલ રૂા. 13,37,232નો મુદ્દામાલ  હસ્તગત કર્યો હતો. દારૂના આ પ્રકરણમાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં, દારૂનો જથ્થો કોણે આપ્યો હતો સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd