નિરોણા (પાવરપટ્ટી), તા. 9 : તાજેતરમાં ગુજરાત રાજ્યના પોલીસ
મહાનિર્દેશક વિકાસ સહાયએ પાવરપટ્ટીના કડિયા ધ્રોની મુલાકાત લીધી હતી, જ્યાં કુદરતી
દૃશ્યો નિહાળી પ્રભાવિત થયા હતા. વિસ્તારના મેડીસર ગામ પાસેથી નીકળી નિરોણા ડેમમાં
સમાતી ભુરૂડ નદીપટ્ટમાં પાણીના પ્રવાહે રંગીન પથ્થરોને કલાત્મક રીતે કોતરીને નિર્માણ થયેલો ધ્રો મામૈદેવ કડિયા ધ્રો તરીકે જાણીતો બન્યો છે. હાલ રણોત્સવની
ઉજવણીનો માહોલ જામ્યો છે. દેશી-વિદેશી પર્યટકોના ઘોડાપૂર ઊમટી રહ્યા છે ત્યારે રાજ્યના
પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ પ્રાકૃતિક નજારો નિહાળ્યો હતો. પોતાના પરિવાર અને પોલીસ
વિભાગના અધિકારીઓ સાથે આવેલા રાજ્યના પોલીસ ઉચ્ચ અધિકારીએ અહીંના મુખ્ય ત્રણ પોઇન્ટ
નિહાળી ખુશી વ્યકત કરી હતી. કડિયા?ધ્રો ગાઇડની ભૂમિકા ભજવતા મોઇનભાઇ થેબાએ સ્થળની વિગતવાર
માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વિકાસ સહાય 1989ની બેચના આઇ.પી.એસ. અધિકારી
છે. તેમણે કડિયા ધ્રોની મુલાકાત વખતે તેમની સાથે જિલ્લા ટ્રાફિક પીએસઆઇ?જે. ડી. સરવૈયા,
એલસીબી પી.આઇ. શ્રી ચૂડાસમા, નિરોણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.ડી. બેગડિયા અને કર્મચારીઓ
હાજર રહ્યા હતા.