• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

વાગડ બે ચોવીસી યુવાનોએ યોજ્યો શેરી રમતોત્સવ

ભુજ, તા. 9  : તાજેતરમાં અહીંના વાગડ બે ચોવીસી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા શહેરનાજ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના નાનાં બાળકોથી લઈ મોટેરાઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને વર્તમાન સમયમાં ભુલાતી જતી શેરી રમતોથી સૌ માહિતગાર થાય અને એક રમત ઉત્સવનો આનંદ માણી શકે તે માટેના શેરી રમતોત્સવમાં લીંબુ ચમચી, કોથળા દોડ, સંગીત ખુરશી, સ્લો સાઈકલિંગ, ગેમ સહિતનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભુજ મહાજનના મંત્રી ભોગીલાલ મહેતા તથા કારોબારી સભ્યો, મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન ખંડોલ તથા તેમની ટીમ તથા યુવતી મંડળના પ્રમુખ નેહલબેન શેઠ તથા તેમની ટીમે હાજર રહી આ આયોજનને બિરાદવ્યું હતું. પ્રમુખ નીરજભાઈ દોશી તથા મંત્રી આશિષભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં મોબાઈલનો ઉપયોગ અતિરેક થઈ ગયો છે ત્યારે શેરી રમતનાં માધ્યમથી બાળકોનાં રાજિંદા જીવનમાં શેરી રમતોને પ્રાધાન્ય આપવાનું છે. આયોજનને સફળ બનાવવા બદલ સ્પોર્ટ્સ કમિટીના કન્વીનર નિમિષ દોશી, કન્વીનર તુષાર પારેખ તથા તેમની રમતગમત કમિટીની ટીમ તેમજ કારોબારી સભ્યોને અભિનંદન આપ્યા હતા. ઈનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન કમિટીના કન્વીનર તુષારભાઈ પારેખે કર્યું હતું. આ શેરી રમતોમાં અન્ડર-16 લીંબુ ચમચીમાં પ્રથમ પહેલ દોશી, દ્વિતીય વ્રિશા પુજ, તૃતીય કિયારા મોરબિયા, કોથળા દોડમાં પ્રથમ  આદિત્ય મહેતા, દ્વિતીય માન્યા વોરા, તૃતીય પ્રિહાન  શેઠ, સંગીત ખુરશીમાં પ્રથમ શાન્વી મહેતા, દ્વિતીય આદિત્ય મહેતા, તૃતીય તીર્થ ખંડોલ, એબોવ 16 લીંબુ ચમચીમાં પ્રથમ ખુશાલી શાહ, દ્વિતીય પ્રિયા ઝોટા, તૃતીય રાહી મહેતા, કોથળા દોડમાં  પ્રથમ હેત શેઠ અને મીરા ખંડોલ, દ્વિતીય ચાહના દોશી,  તૃતીય અંકિતા મોરબિયા, સંગીત ખુરશીમાં પ્રથમ કેવલ ખંડોલ, દ્વિતીય ચાંદની વોરા, તૃતીય પલ્લવી મહેતા, સ્લો સાઈકાલિંગમાં પ્રથમ કેવિન મોરબિયા, દ્વિતીય હિતાર્થં મહેતા, તૃતીય મીત વિનોદ મહેતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd