ભુજ, તા. 9 : રમતગમત ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહનના આશયથી લાયન્સ
ક્લબ ઓફ ભુજ ક્વિન્સ દ્વારા શહેરના આઈયા મેડોઝ ખાતે શહેરની 10 ટીમ વચ્ચે વૂમન બોક્સ
ક્રિકેટ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સંધ્યા ઝવેરી (વોરિયર્સ) ટીમ વિજેતા અને અંશી રાબડિયા
(બ્લુ વોરિયર્સ) ટીમ ઉપવિજેતા બની હતી. ક્વિન્સના પ્રમુખ કલમબેન જોશી, મીનાબેન અને
ભરત મહેતા, શૈલેન્દ્ર રાવલ, તુલીસદાસ જોશી, પ્રશાંત જોશી, ડો. ઉદય ગણાત્રા, શૈલેશ માણેક,
નવીન આઈયા, શિવાની ગોર, ઉત્તમ ગોર, સ્મિત ઠક્કર, રિષભ માહેશ્વરી વિ.ની ઉપસ્થિતિમાં
ટૂર્નામેન્ટને ખુલ્લી મુકાયા બાદ વિજેતા ટીમ તેમજ ટૂર્નામેન્ટમાં સુંદર દેખાવ કરનાર
ખેલાડીઓને ટ્રોફી-મેડલ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સંસ્થા દ્વારા આવનાર દિવસોમાં
જિલ્લા સ્તરે વૂમન્સ ક્રિકેટ યોજવાની નેમ કમલબેને વ્યક્ત કરી હતી. સમગ્ર ટૂર્ના.ને
સફળ બનાવવા ક્લબ ત્યાં મેડોઝ પરિવારના સભ્યો યોગીતાબેન હાથી, રાધિકા શેખાવત, હેમાબેન
ભટ્ટ, ચેતના જોશી, પ્રીતિ ખારેચા, બ્રિજલ ભાનાણી અને ગરિમા પુરોહિત સહિતની સભ્ય બહેનોએ
જહેમત ઊઠાવી હતી. પૂર્વ ક્રિકેટર વસંત અજાણી સહયોગી બન્યા હતા.