• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

અદાણી ગ્રુપની મહાકુંભમાં ઈસ્કોન સાથે `મહાપ્રસાદ સેવા'

મુંદરા, તા. 9 : અદાણી ગ્રુપે મહાકુંભમાં પુણ્ય કમાવવા માટે મોટી પહેલ કરી છે. અદાણી ગ્રુપે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એટલે કે ઈસ્કોન સાથે મળીને મહાકુંભમાં પ્રસાદનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે. અદાણી ગ્રુપ મહાકુંભમાં 50 લાખ ભક્તોને મહાપ્રસાદની સેવા આપશે. મેળાના વિસ્તારની અંદર અને બહાર બે રસોડામાં ભોજન તૈયાર કરવામાં આવશે. મહાકુંભ વિસ્તારમાં 40 સ્થળોએ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ પહેલમાં 2500 સ્વયંસેવક જોડાશે.  અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરુવારે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.  ગૌતમ અદાણીએ લખ્યું કે `કુંભ એ સેવાનું પવિત્ર સ્થળ છે, જ્યાં દરેક હાથ આપોઆપ દાનમાં સામેલ થઈ જાય છે ! એ મારું સદ્ભાગ્ય છે કે મહાકુંભમાં, અમે IskconInc (ISKCON India) સાથે મળીને ભક્તો માટે `મહાપ્રસાદ સેવા' શરૂ કરી રહ્યા છીએ. આ, માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી, લાખો લોકોને નિશુલ્ક ભોજન આપવામાં આવશે.' અદાણીએ લખ્યું, `આ સંદર્ભમાં, મને ગુરુવારે ઇસ્કોનના ગુરુ પ્રસાદ સ્વામીજીને મળીને સેવા પ્રત્યે સમર્પણની શક્તિનો અનુભવ કરવાની તક મળી. સાચા અર્થમાં, સેવા એ દેશભક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ છે. સેવા એ સાધના છે, સેવા એ પ્રાર્થના છે અને સેવા એ ભગવાન છે.' 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd