ભુજ, તા. 2પ
: બે માસ પૂર્વે મુંદરાના નાના કપાયાના વાડામાંથી પીજીવીસીએલના 24 કિ.મી. લંબાઈના રૂા. ત્રણ લાખના વાયરની ચોરી થયાની
ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 10/10ના રાતથી બીજા દિવસની સવાર સુધીમાં શક્તિનગરથી મોટા
કપાયા રોડ ઉપર શ્રીરામ વોટર સપ્લાય બોર નજીક ખુલ્લા વાડામાંથી પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો
34 એમ.એમ. અને પપ એમ.એમ.નો આશરે 24 કિ.મી. લંબાઈનો વાયર જેની કિં. રૂા. ત્રણ લાખનો કોઈ
અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી
છે.