• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ચંદ્ર પર અણુ ઊર્જા મથક બનાવશે રૂસ

મોસ્કો, તા. રપ : રશિયાએ ચંદ્ર પર પરમાણુ ઊર્જા મથક બનાવવાની મોટી યોજના જાહેર કરી છે. રશિયાના સરકારી અવકાશ નિગમ રોસકોસ્મોસે જણાવ્યું છે કે તે 2036 સુધીમાં ચંદ્ર ઊર્જા પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે અને આ કાર્ય હાથ ધરવા માટે લેવોચકીન એસોસિયેશન એરોસ્પેસ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રોસકોસ્મોસે સ્પષ્ટપણે પુષ્ટિ આપી નથી કે પ્લાન્ટ પરમાણુ ઊર્જાથી ચાલશે. રશિયાના અગ્રણી પરમાણુ સંશોધન સંગઠનો રોસાટોમ અને કુર્ચેટોવ ઇન્સ્ટિટયૂટ આ યોજનામાં સામેલ છે. અહેવાલ મુજબ પ્લાન્ટ ચંદ્ર રોવર્સ, એક વેધશાળા અને સંયુક્ત રશિયન-ચીની આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશન પર માળખાગત સુવિધાઓ માટે વીજળી પૂરી પાડશે. ઓગસ્ટમાં નાસાએ 2030 નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની યોજનાની જાહેરાત કરી હતી. યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ કહ્યું કે આપણે ચીન સાથે ચંદ્રની દોડમાં છીએ. ચંદ્ર પર આધાર બનાવવા માટે આપણને ઊર્જાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય નિયમો અવકાશમાં પરમાણુ શસ્ત્રોના જમાવટ પર પ્રતિબંધ મૂકે છે પરંતુ પરમાણુ ઊર્જા સ્ત્રોતો પર કોઈ નિયંત્રણો નથી. પૃથ્વીથી આશરે 250,000 માઇલ દૂર સ્થિત ચંદ્રમાં અસંખ્ય સંસાધનો હોવાનો અંદાજ છે જેમાં અંદાજે દસ લાખ ટન હિલીયમ-3નો સમાવેશ થાય છે. સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ટેકનોલોજી માટે જરૂરી દુર્લભ પૃથ્વી ધાતુઓ તેની સપાટી નીચે હોવાનો અંદાજ છે.

Panchang

dd