• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ગુજરાત દેશનું એનર્જી સ્ટોરેજ હબ બનશે

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત સરકારે, રાજ્યને ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અંકિત કરવા માટે એક મહત્ત્વાકાંક્ષી ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) પોલીસ 2025 જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના `પંચામૃત' સંકલ્પ અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનાં લક્ષ્યને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આ પોલિસી દ્વારા ગુજરાત વર્ષ 2035 સુધીમાં 75 ઋઠવ (ગિગાવોટ અવર) સ્ટોરેજ કેપેસિટી હાંસલ કરવા માટે સજ્જ થયું છે. આ નવી નીતિનું મુખ્ય ઉદ્દેશ વર્ષ 2035 સુધીમાં 75 ઋઠવ ની સ્ટોરેજ ક્ષમતા સ્થાપિત કરી ગુજરાતને ભારતનું `એનર્જી સ્ટોરેજ હબ' બનાવવાનું છે, જેમાં વર્ષ 2035 સુધીમાં રૂા. 75,000 કરોડના રોકાણનો અંદાજ મુકાયો છે. નવી નીતિ મુજબ વર્ષ 2047 (વિકસિત ભારત2047) સુધીમાં રાજ્યમાં 100 પીએસપી યુનિટ્સ સ્થાપિત કરાશે. આ નીતિમાં સરકારે પારદર્શિતા અને ઝડપી અમલીકરણ માટે પ્રોજેક્ટ્સને ચાર મુખ્ય કેટેગરીમાં વહેંચ્યા છે. જેમાં (1) કેટેગરી-1 (નોમિનેશન બેઝિસ) : કેન્દ્રીય અને રાજ્ય જાહેર ક્ષેત્રના સાહસોને સીધા ફાળવવામાં આવશે. (2) કેટેગરી-2 (સ્પર્ધાત્મક બાડિંગ): ખાનગી ડેવલપર્સ અને જાહેર સાહસો માટે સ્પર્ધાત્મક બાડિંગ દ્વારા ફાળવણી. (આ બંને કેટેગરી રાજ્યની જરૂરિયાતો માટે અનામત રહેશે) (3) કેટેગરી-3 (ઓપન માર્કેટ): ત્રીજા પક્ષના વેચાણ અથવા પાવર એક્સચેન્જ માટે આ કેટેગરી હેઠળ સાઇટ્સ ફાળવવામાં આવશે. (4) કેટેગરી-4 (સેલ્ફ-આઇડેન્ટિફાઇડ): ડેવલપર્સ જાતે સાઇટ શોધી શકે છે. જે ખાસ કરીને `ઓફ-સ્ટ્રીમ ક્લોઝ્ડ લૂપપ્રોજેક્ટ્સ માટે હશે. આ પોલિસીના અમલીકરણ માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) અને ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (ઋઙઈક) ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. જેમાં ઋઞટગક : કેટેગરી-1 અને 2 ના પ્રોજેક્ટ્સ માટે કામ કરશે અને ઋઙઈક : કેટેગરી-3 અને 4 ના પ્રોજેક્ટ્સ માટે નોડલ એજન્સી રહેશે.

ઉદ્યોગને શું લાભ થશે ?

- વીજળી ડ્યુટીમાંથી મુક્તિ: ઇનપુટ રિન્યુએબલ એનર્જી પર ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે

- પાણીના ચાર્જમાં રાહત: 'ઓફ-સ્ટ્રીમ ક્લોઝ્ડ લૂપ' પ્રોજેક્ટ્સ માટે માત્ર વન-ટાઇમ એલોટમેન્ટ ચાર્જ રહેશે

- 'ઓન-સ્ટ્રીમ' પ્રોજેક્ટ્સ માટે કોઈ વધારાનો વોટર ચાર્જ લેવામાં આવશે નહીં

-જમીન ફાળવણી : મહેસૂલ વિભાગ દ્વારા ઙજઙ ડેવલપર્સ માટે જમીન ફાળવણીની અલગ પોલિસી બનાવવામાં આવશે, જે વિન્ડ-સોલર પોલિસીને અનુરૂપ હશે

-કાર્બન ક્રેડિટ : ડેવલપર્સ અને ખરીદનાર વચ્ચે થયેલા કરાર મુજબ કાર્બન ક્રેડિટનો લાભ મળી શકશે

Panchang

dd