ભુજ, તા. 25 : મુંદરાના
કુંદરોડીમાં ગઈકાલે રાતે તળાવની પાળ ઉપર અલીઅશગર અબ્દુલા હાલેપોત્રાને સુખદેવસિંહ હઠુભા
ચૌહાણે લોખંડનો પાઈપ પગમાં ફટકારી ઈજા પહોંચાડી હતી. અલીઅશગરના પિતાએ અગાઉની ફરિયાદના
મનદુ:ખમાં સુખદેવસિંહે હુમલો કર્યાની ફરિયાદ પ્રાગપર પોલીસમાં નોંધાયી હતી. ભુજ તાલુકાના
હાજાપરમાં થરાવડા જતા રસ્તે નદીના છેલા પાસે આવેલ પડતર જમીન ઉપર ગઈકાલે ઈબ્રાહિમભાઈ
ઓસમાણ મમણના આવેલા ઘેટાં-બકરાંના વાડા ઉપર આરોપી લતીફ ઈસ્માઈલ રાયમા આવી તું અહીંયા
શું કરવા આવ્યો છે તેમ કહી ગાળાગાળી કરી ઊંધી કૂહાડીનો ઘા માર્યો અને તેના દીકરા અકરમે
હાથમાંની લાકડીથી હુમલો કરી ઈજા પહોંચાડયાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાવી છે.