• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ઉગેડીમાં ખાનગી કંપનીને જમીન નિયમોનુસાર કાર્યવાહી બાદ અપાઇ

ભુજ, તા. 25 : નખત્રાણા તાલુકાનાં ઉગેડી ગામે ખાનગી કંપનીને ગૌચર જમીન ફાળવણી મુદ્દે ક્રસ્ટ માઇનકેમ દ્વારા જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી જમીન ફાળવાઇ હોવાનું જણાવ્યું હતું. ક્રસ્ટ માઇનકેમના ડાયરેક્ટર વિનોદદાન ગઢવી દ્વારા વર્ષ 2012માં ભૂસ્તરશાત્રી કચેરી ભુજ દ્વારા બ્લોક જાહેર કરી હરાજીમાં ભાગ લેવા માટે દૈનિક સમાચારપત્રોમાં જાહેરાત અપાવી અરજી કરાઇ હતી. 10 હેક્ટર માઇનિંગ માટેની તેમની અરજી સ્વીકારતાં જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી વર્ષ 2017માં જિલ્લા મોજણી ભવનના સર્વેયર પાસે માપણી કરાવી લીઝ અંગે માઇનિંગ પ્લાન જમા કરાવી મંજૂરી મેળવી હોવાનું કંપની દ્વારા જણાવાયું હતું. ગૌચર જમીન અંગે ગ્રામજનોને ગેરમાર્ગે દોરાતાં કંપની દ્વારા ગૌચર જમીન પડાવવાનો કોઇ ઇરાદો નથી તેવી સ્પષ્ટતા સાથે હાઇકોર્ટના હુકમના આધારે મંજૂર થયેલી લીઝમાં નિયમોનુસાર ખનન કાર્ય કરવા સાથે સામાજિક જવાબદારી નિભાવવાનું તથા ગ્રામજનોને ગેરમાર્ગે નહીં દોરાવવા અપીલ ક્રસ્ટ માઇનકેમ પ્રા.લિ. કંપનીની યાદીમાં જણાવાયું હતું અને અમે કામ કરીને સુમેળભર્યા સંબંધો પણ ઇચ્છીએ છીએ તેવું કહ્યું હતું.

Panchang

dd