મેલબોર્ન, તા. 2પ
: એશિઝ સિરીઝમાં બોલ ઉપરાંત બેટથી કમાલનો દેખાવ કરી રહેલ મિચેલ સ્ટાર્ક પાસે વિશેષ
સિદ્ધિની હાંસલ કરવાની તક છે. સ્ટાર્ક 3 મેચમાં
22 વિકેટ લઈ ચૂક્યો છે. આ દરમિયાન તેની સરેરાશ 17.04 રહી છે. તેના શાનદાર યોગદાન થકી ઓસ્ટ્રેલિયા ટીમ ઇંગ્લેન્ડથી
3-0થી આગળ છે. સ્ટાર્ક હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ
(ડબ્લ્યૂટીસી)માં સૌથી વધુ વિકેટ લેવાની નજીક છે. હાલ આ રેકોર્ડ તેના સાથી બોલર સ્પિનર
નાથન લિયોનના નામે છે. જે હવે બાકીની બે એશિઝ ટેસ્ટની બહાર થઈ ચૂક્યો છે. લિયોનનાં
નામે ડબ્લ્યૂટીસીમાં કુલ 224 વિકેટ
છે જ્યારે કાંગારુ કપ્તાન પેટ કમિન્સ 221 વિકેટ
સાથે બીજાં સ્થાને છે. તે પણ ફિટનેસ સમસ્યાને લીધે અંતિમ બે ટેસ્ટ લગભગ ગુમાવશે. ડબ્લ્યૂટીસીમાં
સ્ટાર્કના ખાતામાં પ2 ટેસ્ટ
મેચમાં કુલ 213 વિકેટ છે.
લિયોનને પાછળ રાખવા તેને 11 વિકેટની
જરૂર છે. જે માટે તેને આખરી બે ટેસ્ટમાં મોકો મળશે. સિડનીમાં રમાનારી અંતિમ ટેસ્ટ મેચમાં
સ્ટાર્ક આ વિક્રમ તેનાં નામે કરશે તેવું અનુમાન થઈ રહ્યું છે.