મુંબઈ, તા. 2પ
: ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ડ્રીમ-11 સાથેનો સ્પોન્સરશિપ કરાર રદ અને આઇસીસી તરફથી મળતી
આવકમાં ઘટ છતાં તેની નાણાકીય સ્થિતિ વર્ષના અંતે વધુ મજબૂત કરી છે. તાજેતરમાં બીસીસીઆઇની
એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં રજૂ કરાયેલ વિગત મુજબ નાણકીય વર્ષ 202પ-26માં
બીસીસીઆઇની કુલ આવક 8,963 કરોડ
રૂપિયા થશે તેવું અનુમાન કરાયું છે. ડ્રીમ-11 ઓનલાઇન
ગેમિંગ કંપનીએ ઓગસ્ટમાં તેની 3પ8 કરોડની સ્પોન્સરશિપ ડીલ ખતમ કરી હતી, કારણ કે ભારત સરકારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. બીસીસીઆઇને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)
તરફથી 38.પ ટકા નફાનો હિસ્સો મળે છે. જે
આ વર્ષે ઓછી આવવાનું અનુમાન છે. આમ છતાં બીસીસીઆઇએ આ બે નુકસાની બીજાં માધ્યમથી સરભર
કરી લીધી છે. બીસીસીઆઇએ નવા ટાઇટલ સ્પોન્સર મેળવીને અઢી વર્ષ માટે સારો કરાર મેળવી
લીધો છે. વિગત અનુસાર 2024-2પમાં
બીસીસીઆઇનું જનરલ ફંડ 7,988 કરોડ
હતું તે વધીને 11,346 કરોડ રૂપિયા
થયું છે જ્યારે 3,3પ8 કરોડ રૂપિયા સરપ્લસ છે. સારી નાણાકીય સ્થિતિની લીધે
ક્રિકેટ બોર્ડની વ્યાજની રકમ પણ વધી છે. જે લગભગ 1પ00 કરોડ આસપાસ હશે. 202પ-26માં બીસીસીઆઇની કમાણીનો અંદાજ 8,963 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. આ પછી સરપ્લસ રકમ 6,728 કરોડ રહેશે તેવું અનુમાન વિગતમાં દર્શાવવામાં આવ્યું
છે.