• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

આજથી ચોથી ટેસ્ટ : ઓસી ચાર સીમર સાથે ઉતરશે

મેલબોર્ન, તા.2પ : એશિઝ સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ હાંસલ કરનાર ઓસ્ટ્રેલિયાએ બોક્સિંગ ડે ટેસ્ટમાં માત્ર ઝડપી બોલરોના આક્રમણ સાથે ઉતરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાં કોઈ નિયમિત સ્પિનર નહીં હોય. બીજી તરફ ઇંગ્લેન્ડની ઇલેવનમાં બે ફેરફાર થયા છે. ઇજાને લીધે ઝડપી બોલર જોફ્રા આર્ચર શ્રેણી બહાર થયો છે જ્યારે ઓલિ પોપને પડતો મૂકવામાં આવ્યો છે. તેમના સ્થાને જેકબ બેથેલ અને મેથ્યૂ પોટ્સનો સમાવેશ કરાયો છે. 3-0થી પાછળ ચાલી રહેલી બેન સ્ટકોસની ટીમ પર ક્લીન સ્વીપનો ખતરો તોળાઈ રહ્યો છે. પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝના સન્માનજનક અંત માટે તેને મેલબોર્નમાં હર હાલમાં જીત જરૂરી બની છે. આ માટે ઇંગ્લેન્ડની બેટિંગ હરોળે અપે શાનદાર દેખાવ કરવો પડશે જ્યારે બોલર્સે 20 વિકેટની શોધ કરવી પડશે. વર્કલોડ મેનેજમેન્ટને લીધે ઓસ્ટ્રેલિયાનો નિયમિત કપ્તાન પેટ કમિન્સ ત્રીજી ટેસ્ટ રમી બહાર થયો છે. આથી સ્ટિવન સ્મિથ સુકાન સંભાળશે. બિમારીને લીધે તેણે ત્રીજો ટેસ્ટ ગુમાવી હતી. મેલબોર્નની પીચ પર 10 મીમી ઘાસ છે. આથી પીચમાંથી ઝડપી બોલરોને ભરપૂર મદદ મળશે. સ્મિથની વાપસીને લીધે ઓસ્ટ્રેલિયાની ઇલેવનમાંથી જોશ ઇંગ્લિશની બાદબાકી થશે. નાથન લિયોન ઇજાને લીધે શ્રેણી બહાર થઈ ચૂક્યો છે. તેના સ્થાને ટોડ મર્ફી ઓસિ. ટીમમાં સામેલ થયો છે, પણ તે અંતિમ 12 ખેલાડીમાં પસંદ થયો નથી.

ઇંગ્લેન્ડ ઇલેવન : ઝેક ક્રોલી, બેન ડકેટ, જેકબ બેથલ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોકસ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), વિલ જેક્સ, ગસ એટકિન્સન, મેથ્યૂ પોટ્સ અને જોશ ટંગ.

ઓસ્ટ્રેલિયા ઇલેવન: જેક વેદરાલ્ડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, સ્ટિવન સ્મિથ (કેપ્ટન), ઉસ્માન ખ્વાઝા, એલેકસ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, માઇકલ નેસર, મિચેલ સ્ટાર્ક, જાય રિચર્ડસન અને સ્કોટ બોલેંડ.

Panchang

dd