• શુક્રવાર, 26 ડિસેમ્બર, 2025

ભુજમાં ક્ષયરોગગ્રસ્તોને 100 પોષણ કિટનું વિતરણ

ભુજ, તા. 25 : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી સુશાસન દિવસ નિમિત્તે 92 ટકાથી વધુ ક્ષયરોગગ્રસ્તોને 100 પોષણ કિટનું વિતરણ કરાયું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ ટીબીને વૈશ્વિક સમસ્યા ગણાવી હતી. ભારત સરકાર દ્વારા કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ પહેલ શરૂ કરાઈ હોવાનું તથા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા સારવાર લેતા ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળતું હોવાનું જણાવી સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, સામાજિક કાર્યકરોને સહકાર આપવા સાંસદે અપીલ કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, મીતભાઈ ઠક્કર, ડો. મનોજ પરમાર, વીજુબેન રબારી, મહિદીપસિંહ, રાજેશભાઈ ગોર, કમલભાઈ ગઢવી, રસીલાબેન પંડયા, ડો. ધનેશ જોબનપુત્રા, હનીફ માંજોઠી, પ્રફુલ્લસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd