ભુજ, તા. 25 : તાલુકાના
બળદિયામાં આજે સાંજે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા ચાર ખેલીને પોલીસે ઝડપી પાડયા
હતા. માનકૂવા પોલીસને મળેલી બાતમીના પગલે આજે સાંજે બળદિયાના ઉપલાવાસમાં ક્રિકેટનાં
મેદાનની પાછળ બાવળોની ઝાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા નારણ ઉર્ફે નવીન પાલા મકવાણા, અયુબ ઇબ્રાહીમ મથડા, માલશી ઉર્ફે ચકુ ભચુ બોરીચા (આહીર)
અને દામગર ઉર્ફે ભીખો રેવાગર ગોસ્વામી (રહે. તમામ બળદિયા)ને રોકડા રૂા. 13,560ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.